તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બીકોમ સાથે સીએ કરનારા 80ને હોલ ટિકિટ મળી

બીકોમ સાથે સીએ કરનારા 80ને હોલ ટિકિટ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર . અમદાવાદ

એચ.એલ. કોમર્સ કૉલેજમાં બીકોમ સેમેસ્ટર-3ની સાથે સીએની તૈયારી કરી રહેલા 80થી વધુ વિદ્યાર્થીને 50 ટકાથી ઓછી હાજરી હોવાના મુદ્દે હોલ ટિકિટ અપાતાં રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓએ તાજેતરમાં સીએ આઈપીસીસીની પરીક્ષા આપી છે. બીજી તરફ સીએની પરીક્ષા અને આર્ટિકલશિપમાં વ્યસ્ત હોવાથી ક્લાસરૂમમાં નિયમિત હાજર રહી શકતા નહોતા. અગાઉ ઈન્ટરલ પરીક્ષા આપવા દેવાઈ નહોતી.

ડિસેમ્બરથી શરૂ થતી બીકોમ સેમેસ્ટર-3ની પરીક્ષાની હોલ ટિકિટ લેવા ગયા ત્યારે ઓછી હાજરીના લીધે હોલ ટિકિટ આપવાનો ઇનકાર કરાયો હતો. દિલાવર સિંહ નામના એક વિદ્યાર્થીએ કહ્યું કે, અમે કોલેજમાં પ્રવેશ લીધો ત્યારે સીએના વિદ્યાર્થીઓને હાજરીના મુદ્દે છૂટછાટ આપવાનું કહેવાયું હતું. મારા જેવા અનેક વિદ્યાર્થીઓ બીકોમ-સીએની પરીક્ષાની તૈયારી સાથે આર્ટિકલશીપ કરી રહ્યા છે જેના કારણે હાજરી ઓછી છે.

ચેતવણી અપાઈ હતી

^યુનિવર્સિટીનાનિયમ મુજબ 50 ટકા ઓછી હાજરી હોવાથી વિદ્યાર્થીઓને હોલ ટીકિટ અપાઈ નથી. કાર્યવાહી કરાઈ તે પહેલાં ઓછી હાજરીના મુદ્દે ચેતવણી અપાઈ હતી. વિદ્યાર્થીઓ બપોરે લેક્ચર ભરી શકે તેમ હોય તો સવારના લેક્ચર રખાયા હતા. ઓછી હાજરીવાળા સામે કાર્યવાહી થશે તેમ કહીને બીકોમ રેગ્યુલરના બદલે એક્સટર્નલ પરીક્ષા આપવા માટે કહેવાયું હતું. > ડૉ.મોનાબહેન કેલ્શિકર, પ્રિન્સિપાલ

અન્ય સમાચારો પણ છે...