તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડિસેમ્બરના અંત સુધીમાં સુવિધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એરપોર્ટ પર કરન્સી એક્સચેન્જ થઇ શકશે

અમદાવાદનાસરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફોરેન કરન્સી એક્સચેન્જ કાઉન્ટર હોવાથી વિદેશથી આવતા કે જતા પેસેન્જરોને હાલાકી ભોગવવી પડતી હતી. અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પણ વારંવાર ફરિયાદ થતી હતી. લાંબા સમયની માગણી બાદ આખરે ઓથોરિટી દ્વારા અમદાવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ફોરેન કરન્સી એક્સચેન્જ કાઉન્ટર શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઇ છે અને ડિસેમ્બર અંત સુધીમાં કાઉન્ટર શરૂ થઈ જશે તેમ ઓથોરિટીના અધિકારીએ જણાવ્યું હતું.

વિદેશી પ્રવાસીઓ શહેરમાં આવ્યા બાદ પહેલા જે તે સ્થળે જવા માટે ભાડા પેટે ભારતીય કરન્સી રૂપિયામાં નાણાં ચૂકવવાની વ્યવસ્થા કરવી પડે છે. ઘણીવાર તો હોટલમાં કે અન્યત્ર ગયા બાદ તેઓ ભાડું ચૂકવે છે. વિશે અનેકવાર એરપોર્ટ ઓથોરિટી તથા નવી દિલ્હી ખાતે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદ કરી હતી. પેસેન્જરોએ ફોરેન કરન્સી એક્સચેન્જ કાઉન્ટર શરૂ કરવાની ખાસ માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...