તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટના ઇગલ ગ્રૂપ અને શ્રીનાથજી ટ્રાવેલ્સ પર આઇટી વિભાગનો સરવે

રાજકોટના ઇગલ ગ્રૂપ અને શ્રીનાથજી ટ્રાવેલ્સ પર આઇટી વિભાગનો સરવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગે કરન્સી બંધ થયા બાદ સરવે અને તપાસની કામગીરી તેજ બનાવી દીધી છે. રાજકોટના ઇગલ ગ્રૂપ અને શ્રીનાથજી ટ્રાવેલ્સમાં આઇટી વિભાગે સરવે શરૂ કર્યો છે. અહીંથી મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવે તેવી સંભાવના છે. ટ્રાવેલ્સ સંચાલકો પાસેથી મોટા પ્રમાણમાં રિયલ એસ્ટેટના દસ્તાવેજો મળ્યા છે.

આઇટીના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં આઇટીની કાર્યવાહી રાજકોટ સુધી લંબાઇ હતી. ઈગલ ટ્રેડલિંક પ્રા. લી., ઈગલ કાર્ગો, ઈગલ એકસપ્રેસ ઉપર રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિભાગના વડા પંકજ શ્રીવાસ્તવની ટીમે સરવે હાથ ધર્યો હતો. તપાસ બુધવાર સવાર સુધી ચાલે તેવી સંભાવના છે અને મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના છે. ઉપરાંત કે.કે.વી. હોલ પાસે આવેલા શ્રીનાથજી ટ્રાવેલ્સમાં પણ આવકવેરા વિભાગે સરવે શરૂ કર્યો છે. સરવે માટે અમદાવાદથી આઇટી અધિકારીઓની ટીમ વહેલી સવારે રાજકોટ આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તપાસમાં રિયલ એસ્ટેટના રાજકોટ અને મુંબઇના જમીન-મકાનના દસ્તાવેજો જપ્ત કર્યા છે. ભારત સરકારે 500 અને 1000ની કરન્સી બંધ કર્યા બાદ આઇટી વિભાગ સક્રિય થઇ છે. 8 નવેમ્બર બાદ રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગે અત્યાર સુધીમાં સૌથી વધુ બેનામી વ્યવહારો પકડી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ટ્રાવેલ્સ ગ્રૂપમાં તપાસ મોડીરાત્રી સુધી ચાલે તેવી સંભાવના છે.

ITએ 12.80 લાખ રૂપિયા સીઝ કર્યાં

માલવિયાનગરપોલીસે નાના મવા મેઇન રોડ પરથી સોમવારે મોડીરાત્રે 12.80 લાખની રોકડ સાથે સંજય માલાણી નામના યુવાનની ધરપકડ કરી હતી. અંગે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરતાં ઇન્વેસ્ટિગેશનની ટીમે પોલીસ સ્ટેશન પહોંચી તપાસ શરૂ કરી હતી. તપાસમાં રકમ ક્યાંથી આવી તે યુવાન કહી શકતા આઇટી વિભાગે બ્લેક મની હોવાનું જાહેર કરી રકમ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે.

રાજકોટ, મુંબઇના જમીન-મકાનના દસ્તાવેજ જપ્ત, તપાસનો ધમધમાટ

અન્ય સમાચારો પણ છે...