તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સહકારી બેંકોને જૂની નોટો સ્વીકારવા સામે પ્રતિબંંધના નિર્ણયને HCમાં પડકારાયો

સહકારી બેંકોને જૂની નોટો સ્વીકારવા સામે પ્રતિબંંધના નિર્ણયને HCમાં પડકારાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનીતમામ જિલ્લા સહકારી બેંકોને જૂની ચલણી નોટો સ્વીકારવા પર પ્રતિબંધ મૂકતા કેન્દ્ર સરકારના જાહેરનામાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું છે. સામાન્ય નાગરિકોને અપાયેલી ચલણી નોટોમાં કેન્દ્ર સરકારે તેમને વચન આપ્યું છે તો તેઓ બદલી આપવાનો ઇન્કાર કરી શકે નહી. એટલું નહીં, પરંતું કેન્દ્ર સરકાર આતંકવાદ કે બ્લેકમની સામે એકશન લઇ શકે પરંતુ તેના ઓઠા હેઠળ સામાન્ય નાગરિકોને તેમની બચતના નાણાં ઉપાડતા રોકી શકે નહી તેવી રજૂઆત પિટિશનમાં કરાઇ છે. આગામી દિવસોમાં પિટિશનની હાઇકોર્ટ સમક્ષ સુનાવણી થશે.

ભાવનગર જિલ્લા સહકારી બેંક અને તેના ચેરમેન નાનુભાઇ વાઘાણી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ દ્વારા કેન્દ્ર સરકારે અને આરબીઆઇ દ્વારા સહકારી બેંકોને 500 અને 1000ની જુની ચલણી નોટો સ્વીકારવા માટે કરાયેલા પરીપત્રને પડકારવામાં આવ્યો છે. આરબીઆઇ દ્વારા તેમને જુની રદ્ કરાયેલી ચલણી નોટો નહીં સ્વીકારવા આદેશ આપ્યા ઉપરાંત તેમની પાસેની 113 કરોડની ચલણી નોટો પણ સ્વીકારી હતી. કેન્દ્ર સરકાર અને આરબીઆઇ દ્વારા પરીપત્ર જાહેર કરી લીધેલો નિર્ણય ગેરકાયદે અને બંધારણીય અધિકારોનો ભંગ સમાન છે. ચલણી નોટએ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલું વચન છે અને તે નોટ સ્વીકારવાનો કેન્દ્ર સરકાર ઇન્કાર કરી શકે.

ભાવનગર જિલ્લા સહકારી બેંકની હેડ ઓફિસ સહિત 90 જેટલી બ્રાન્ચ છે. જે આસપાસના 825 જેટલા ગામને પોતાની સેવા પૂરી પાડે છે. બેંક વિસ્તારના 85 ટકા લોકો તેમજ સહકારી મંડળીઓને ખેત ધિરાણ આપે છે.

ભાવનગર જિલ્લાના સવા લાખ જેટલા ખેડૂતો બેંકમાંથી લોન મેળવે છે. જો ખેડૂતોને ધિરાણ મળે તો તેમના પાકને નુકશાન થઇ શકે છે. રાષ્ટ્રીય બેંકોની શાખાઓ ગ્રામ્ય વિસ્તારમાં જુજ હોય છે. જેથી ખેડૂતોને તેનો લાભ મળતો નથી.તેની સામે સહકારી બેંકો નહી નફો નહી નુકશાનના ધોરણે કામ કરી સહકારી મંડળીઓના માધ્યમથી ગામડાઓ સુધી પહોંચે છે.

ભાવનગર જિલ્લા સહકારી બેંકે પ્રથમ બે દિવસમાં 130 કરોડની ચલણી નોટો મેળવી હતી. રાજ્યના 68 જિલ્લા સહકારી બેંકો પૈકી 90 ટકા બેંકોમાં રાજકીય આગેવાનોનું વર્ચસ્વ છે. એવું કહેવાય છેકે, બે બેંકોમાં કેટલીક ગેરરીતિ થઇ પરંતુ તેમાં હાલની સરકારના પક્ષ સાથે સંકળાયેલા લોકોનું પ્રભુત્વ હોવાથી તેમની સામે પગલાં લેવાની સરકારમાં હિંમત હતી. 13મી નવેમ્બરથી સહાકરી બેંકોને જૂની ચલણી નોટો સ્વીકારવા પ્રતિબંધિત કરાઇ જોકે તેનું કોઈ કારણ આપવામાં આવ્યું હતું.

તમામ લોકો બ્લેકમની ધારકો નથી. લાખો કરોડો ડીપોઝીટ કરનાર નાગરિકોને તેમના નાણાંથી તેમને વંચિત રાખવામાં આવ્યા હતા. પરંતુ તેના નેજા હેઠળ લોકોની ડિપોઝીટ અટકાવી શકાય નહી. જેથી તમામ સહકારી બેંકોને જૂની ચલણી નોટો સ્વીકારવા તેમજ કેન્દ્ર સરકારે કરેલા પરીપત્રને રદ્ કરવા માટે પિટિશનમાં દાદ માગી છે. જે કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

કાળું નાણું-આતંકવાદ રોકવાના ઓઠા હેઠળ કેન્દ્ર સરકાર નાગરિકોને નાણાં ઉપાડતા રોકી શકે

ભાવનગરની જિલ્લા સહકારી બેંકે રિટ કરી

અન્ય સમાચારો પણ છે...