તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • IT ઇન્ડેક્સ 5 ટકા ઊછળ્યો, સેન્સેક્સ +456

IT ઇન્ડેક્સ 5 ટકા ઊછળ્યો, સેન્સેક્સ +456

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોલરસામે રૂપિયો 27 નવ માસના તળીયે પહોંચી જવાના અહેવાલો પાછળ માર્જિન સુધારાના મુદ્દે આઇટી શેર્સમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. બીએસઇ આઇટી ઇન્ડેક્સ 442.57 પોઇન્ટ એટલેકે 4.69 ટકા ઉછળી 9876.62 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટલિડર ટીસીએસ 5.23 ટકા ઉછળી રૂ. 2300.85 બંધ રહ્યો હતો. ઇન્ફોસિસ 4.78 ટકા વધી રૂ. 977.30, એચસીએલ ટેક 4.54 ટકા વધી રૂ. 800.95, એનઆઇઆઇટી 4.31 ટકા વધી રૂ. 418.50 અને એપટેક 4.61 ટકા વધી 161.25ની સપાટીએ બંધ રહ્યા હતા. સેકન્ડ કેડરમાં ગણાતી એચસીએલ ઇન્ફો. 19.95 ટકાની તેજીની સર્કિટ લાગી હતી. તો 3આઇ ઇન્ફો 11.16 ટકા, તાતા એલેક્સી 7.43, સોનાટા સોફ્ટ 7.26 ટકા ઊછળ્યા હતા.

એફ એન્ડ ઓમાં ડિસેમ્બર સિરિઝનો તેજીના ટોન સાથે પ્રારંભ થવા પાછળના મુખ્ય કારણોમાં ડોલર સામે રૂપિયાની મજબૂતાઇ, ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં સુધારાની ચાલ તેમજ વિદેશઈ ના. સંસ્થાઓની વેચવાલી મર્યાદિત રહ્યા હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

ઉપરાંત વિવિધ સેક્ટોરલ ઇન્ડેક્સમાં પણ સંગીન સુધારાની ચાલ રહી હતી. તેમાં ટેકનોલોજી ઇન્ડેક્સ 3.79 ટકા, મેટલ 1.48 ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ 1.74 ટકા, કેપિટલ ગુડ્સ 1.09 ટકા, બેન્કેક્સ 1.18 ટકા, હેલ્થકેર ઇન્ડેક્સ 2.35 ટકા અને એફએમસીજી ઇન્ડેક્સ 1.33 ટકા વધ્યા હતા. તેના સહારે બીએસઇ સેન્સેક્સ 456.17 પોઇન્ટના ઉછાળા સાથે ફરી 26000 પોઇન્ટની સાયકોલોજીકલ સપાટી ક્રોસ કરી 26316.34 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકમાં પણ 3 સ્ક્રીપ્સમાં ઘટાડો જ્યારે 27 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી ટીસીએસ 5.23 ટકા, ઇન્ફોસિસ 4.78 ટકા, સન ફાર્મા 4.18 ટકા, ગેઇલ 3.48 ટકા અને લ્યુપીન 3.36 ટકા ઊછાળા સાથે મુખ્ય રહ્યા હતા. જોકે, બજાજ ઓટો, સ્ટેટ બેન્ક અને ભારતી એરટેલમાં નોમિનલ ઘટાડાની ચાલ રહી હતી. એનએસઇ નિફ્ટી-50 પણ 148.80 પોઇન્ટના ઉછાળા સાથે 8100 પોઇન્ટની સપાટી ક્રોસ કરી 8114.30 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2794 પૈકી 2036 સ્ક્રીપ્સ સુધરી હતી. સામે 164 સ્ક્રીપ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. જે દર્શાવે છે કે, બે દિવસથી માર્કેટબ્રેડ્થ પોઝીટીવ રહેતાં ઇન્વેસ્ટર્સ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું રહેવા છતાં સાવચેતીનો સૂર દર્શાવે છે.

એફઆઇઆઇવેચવાલ: વિદેશીનીણાકીય સંસ્થાઓ આજે પણ રાબેતા મુજબ વેચવાલ રહી હતી. આજે રૂ. 372.88 કરોડનો માલ વેચ્યો હતો. સામે સ્થાનિક સંસ્થાઓનો રૂ. 997.84 કરોડનો નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો.

ફીચ રેટિંગ્સે જણાવ્યું છે કે, ભારતનો જીડીપી ગ્રોથ ચીન કરતાં પણ ઊંચો રહેશે. આગામી ફિસ્કલમાં ભારત આર્થિક સુધારાઓ અને પોલિસીમાં ઉદારીકરણ જેવા સંખ્યાબંધ પગલાંઓના સહારે આર્થિક વિકાસમાં જમ્પ દેખાડે તેવી શક્યતા છે. બીજી તરફ માર્કેટમાં એક વર્ગ એવી વાત લાવ્યો છે કે, આરબીઆઇ તા. 3જી ડિસેમ્બરે વ્યાજદરમાં એટલિસ્ટ 0.50 ટકાના ઘટાડાનો ધડાકો કરીને હોમ-કાર-કોર્પોરેટ લોન્સ ધારકોને રાજી કરે તેવી શક્યતા છે.

IT શેર્સ: બાઉન્સબેક

કંપની બંધ સુધારો

HCLઇન્ફો50.8019.95

હેક્ઝાવેર204.407.32

ટેકમહિ. 487.156.01

ટીસીએસ2300.855.23

ઇન્ફી977.304.78

ફોરેક્સ માર્કેટમાં આરબીઆઇની મધ્યસ્થી અને ડોલર વેચવાલીના કારણે આજે ડોલર સામે રૂપિયો 27 પૈસા મજબૂત બન્યો હતો. છેલ્લે 68.46ની સપાટીએ રહેલો રૂપિયો અન્ય મેજર કરન્સી સામે પણ રૂપિયામાં સુધારાની ચાલ જળવાઇ રહી હતી. ડોલર આજે રૂ. 68.72 સપાટીએ ખુલ્યા બાદ સતત ઘટતો રહી ઇન્ટ્રાડે 68.30 થઇ ગયો હતો.

ડોલર સામે રૂપિયો 27 પૈસા બાઉન્સબેક

હેલ્થકેર હાલત સુધરી

કંપની બંધ સુધારો

શિલ્પામેડી623.608.96

એલેમ્બીકલિ.34.955.43

સનફાર્મા 712.154.18

મર્ક934.904.03

લ્યુપિન1509.303.36

એફ એન્ડ ઓમાં ડિસેમ્બર સિરીઝનો તેજીના ટોન સાથે પ્રારંભ : FIIની વન-વે વેચવાલી યથાવત

અન્ય સમાચારો પણ છે...