તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોર્ટના આદેશ બાદ પંચાયતની બેઠકોની ચૂંટણી રદ કરાઈ

કોર્ટના આદેશ બાદ પંચાયતની બેઠકોની ચૂંટણી રદ કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજિલ્લા પંચાયતની હેબતપુર અને શિયાળ બેઠકની ચૂંટણી રદ કરવા હાઇકોર્ટે આદેશ કર્યા બાદ ચૂંટણી પંચે જિલ્લા પંચાયતની બે બેઠકોની ચૂંટણી રદ કરી છે. ચૂંટણી આયોગ દ્વારા તા.7મી નવેમ્બરથી અમદાવાદ જિલ્લા પંચાયતની 12 હેબતપુર (બિનઅનામત સામાન્ય) તથા 29 શિયાળ(અનુસૂચિત અધિજાતિ બેઠક) મતદાર મંડળની પેટાચુંટણી યોજવા માટે 7મી નવેમ્બરના રોજ જારી કરેલું જાહેરનામું રદ કરવા ચુંટણી પંચે આદેશ કર્યો છે.

27મી નવેમ્બરના રોજ ચુંટણી યોજાવાની હતી. જે રદ થઇ જતા હવે પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. બંને સભ્યો કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા હતા અને હવે બંને સભ્યો પરત કોંગ્રેસમાં સામેલ થઇ ગયા છે. જિલ્લા પંયાત પ્રમુખ પુષ્પા જે. ડાભીએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતમાં ભાજપનું સંખ્યાબળ ઘટી ગયું છે. હાલ કુલ 34 બેઠકો પૈકી ભાજપ પાસે 15 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 17 બેઠકો છે. ભાજપ અને કોંગ્રેસના બે સભ્યો સામે પક્ષાંતર અને ત્રણ બાળકોના મુદ્દે કેસ ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...