તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તાલીમ કાર્યક્રમનું સમાપન, કોંગ્રેસની ટીકા

તાલીમ કાર્યક્રમનું સમાપન, કોંગ્રેસની ટીકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના કોર્પોરેટર્સને પગ જમીન પર રાખવા શિક્ષણ મંત્રીની સલાહ

મ્યુનિસિપલકોર્પોરેશનના કાઉન્સિલરો માટેના તાલીમ કાર્યક્રમનો ગુરુવારે સમાપન પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાજપના કાઉન્સિલરોને પગ જમીન પર રાખવા શીખ આપી હતી. ઉપરાંત કોંગ્રેસના કાઉન્સિલરોને પણ તેમને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘વિકાસ કોઈ પક્ષનો હોતો નથી, કોંગ્રેસે તાલીમ કાર્યક્રમમાં ગેરહાજર રહીને સંકુચિત માનસિકતા છતી કરી છે, પહેલા કોર્પોરેશનનો તાલીમ વર્ગ હતો પણ કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહેતા ભાજપનો તાલીમવર્ગ થઈ ગયો છે.’

ભાજપના કાઉન્સીલરોને પણ તેમણે શીખ આપતા કહ્યું કે, ‘દરેક કાઉન્સિલરે પારદર્શક રીતે કામગીરી કરી આવડતનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.’ મ્યુનિ.ના વિવિધ અધિકારીઓ દરેક કામગીરી સંદર્ભે પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યા હતા.

કોર્પોરેટરોમાં પૂરતા જ્ઞાનના અભાવે ગેરસમજ થાય છે

પૂર્વડેપ્યુટી કમિશનર દેવાંગ દેસાઈએ કહ્યું કે, કાઉન્સિલરોને એમ થતું હશે કે અધિકારીઓ તેમનેે ગાંઠતા નથી. પણ મને હકીકત કંઈક અલગ છે. કાઉન્સિલરોને પૂરતુ જ્ઞાન હોવાથી આવી સમજ ઉભી થતી હોય છે. જે કાઉન્સિલરોને વિવિધ કામોને લઈને સમજણ હોય છે તેમને ગેરસમજ કયારેય ઉભી થતી હોતી નથી.

અન્ય સમાચારો પણ છે...