તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એમ્બ્યુલન્સના એક કિ.મીના રૂ.8ના સ્થાને હવે રૂ.4 લેવાશે

એમ્બ્યુલન્સના એક કિ.મીના રૂ.8ના સ્થાને હવે રૂ.4 લેવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરપાલિકા પાસે પોતાની બે એમ્બ્યુલન્સ છે. ગરીબ પરીવારે એમ્બ્યુલન્સના ભાડા મોંઘા પડે તે માટે પાલિકાની મળેલી કારોબારીમાં એમ્બ્યુલન્સનું ભાડુ અડધુ કરવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર શહેર જિલ્લાનું મુખ્ય મથક છે. ત્યારે આધુનીક હોસ્પીટલોમાંથી ઘણા દર્દીને વધુ સારવાર માટે અમદાવાદ કે અન્ય હોસ્પીટલમાં રીફર કરવા માટે એમ્બ્યુલન્સની ખાસ જરૂર પડે છે. આવા સમયે પાલિકા પાસે બે એમ્બ્યુલન્સ છે. જેનું ભાડું એક કિલોમીટરના રૂ.8 હતુ. ગરીબ પરીવારોના લોકોને ભાડુ પોષાય નહી તે સ્વાભાવીક છે. અને આથી પાલિકાના પ્રમુખ શીલાબા ઝાલા, કારોબારી ચેરમેન અજુર્નભાઇ ડાંગર, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સહિતનાઓની મળેલી કારોબારીમાં ભાડુ અડધુ કરીને એક કિલોમીટરના રૂ.4 લેવાનું નકકી કરીને ઠરાવ કરવામાં આવ્યો છે. જેનો અમલ આગામી તા.20 સપ્ટેમ્બરથી શરૂ થશે.

ભાવ ઘટાડો|સુરેન્દ્રનગર પાલિકાનો ઠરાવ

અન્ય સમાચારો પણ છે...