15 દિવસમાં ન્યાય નહીં મળે તો પ્રાંત કચેરીમાં આત્મવિલોપનની ચિમકી
તારાપુર તાલુકાનાં રીંઝા ગામે સાબરમતી નદી રહેણાંક વિસ્તારની નજીક આવી જવાથી 120 દલિત કુટુંબોને ધોળકા તાલુકાના મુજપુર ગામે 2006માં ધોળકા પ્રાંતે જમીન ફાળવણીનો હુકમ કર્યો હતો. (તા.28-6-2007 હુકમ નંબર 5393/07) બ્લોક 99ની હેક્ટર 3.80.41 આરે જમીન રહેણાંક હેતુસર પુનવર્સન માટે 120 પ્લોટ ફાળવણીનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમ એક સામાજીક કાર્યકર વજુભાઈ પરમારે જણાવ્યું હતંુ.
મુજપુર ગ્રામ પંચાયતમાં 8-11-2016નાં રોજ નીમ કરી રીંઝા ગામનાં રહિશોને પ્લોટ ફાળવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તા.9-9-2010નાં રોજ મુજપુર ગ્રામપંચાયતે મકાન બાંધકામ મંજુરીનો ઠરાવ કરાયો હતો. તા.30-4-12 અમદાવાદ જિલ્લા નાયબ કલેક્ટરે ધોળકા તાલુકા વિકાસ અધિકારીને કબજો સોંપવાનો હુકમ કર્યો હતો. તા.25-6-15નાં રોજ સ્વાગત કાર્યક્રમમાં અમદાવાદ કલેક્ટરે નાયબ કલેક્ટરને આ કેસ અંગે સુચના આપી હતી. નક્કર પુરાવા હોવા છતાં નાયબ કલેક્ટર ઋતુરાજ દેસાઈએ ભેદભાવની નીતિ અપનાવી આ હુકમને રદ કર્યો હતો અને સરાંડી ગામે તા. 29-2-16નાં રોજ બીજો જમીન ફાળવણીનો હુકમ કર્યો હતો.તા.22-2-2018ના રોજ આ બાબતે લાગતા વળગતાં તમામને 15 દિવસની મુદત આપી આ પ્રશ્ન હલ કરવાં જણાવેલ છે જો આ પ્રશ્ન હલ નહીં થાય તો આ 120 દલિત કુટુંબો ધોળકા પ્રાંતની ઓફિસ આગળ ન છુટકે આત્મવિલોપન કરશે. પ્રાંત અધિકારી ધવલ જાની સાથે વાત કરતાં તેમણે જાણાવ્યું હતું કે મુજપુર ગામની દલીત પરીવારોને સરાંડી ગામે પ્લોટો ફાળવવાની મંજુરી પણ આપી દેવામાં આવી છે અને તાલુકા વિકાસ અધીકારી સરાંડીમાં પ્લોટોની માપણી કરી ટૂંક સમયમાં ફાળવશે.