• Gujarati News
  • National
  • વહેલાલમાં હોળિના સાત દિવસ પૂર્વેથી ભવાઇ થાય છે

વહેલાલમાં હોળિના સાત દિવસ પૂર્વેથી ભવાઇ થાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજના ઇન્ટરનેટ અને કેબલ ટીવી ચેનલના યુગમાં લોકોને મનોરંજનના માધ્યમો હાથવગા છે. કોઇ ફેસબુક, કોઇ વોટ્સ અપ,દ્વારા આનંદ મેળવે છે. ગમતી ફિલ્મ ગેમ, ગીત, સંગીત ભલે બેલેંસ ખર્ચી ડાઉનલોડ કરવુ પડે તો કરે છે. આવા યુગમાં આજની સુસંસ્કૃત પેઢીના યુવાઓને આપણા સાંસ્કૃતિક વારસાની શેરીઓમાં ભજવાતી ભવાઇઓ જોવા કે ભજવવામાં રસ નથી. કે સરકાર દ્વારા સંસ્કૃતીના વારસા સમાન ભવાઇ ટકાવવા કોઇ પ્રોત્સાહન અપાતુ નથી. ત્યારે અમદાવાદ જીલ્લાના દસ્ક્રોઇ તાલુકાના વહેલાલ ગામમાં ઠાકોર સમાજ દ્વારા હોળીના પર્વ નિમિત્તે અનેક પેઢીઓથી રામાયણ-મહાભારતની ભવાઇ હોળીના એક અ‍ઠવાડિયા પૂર્વે ભજવાતા હોય છે. જે જોવા આજની પેઢીના ઠાકોર સમાજ સહિતના અન્ય સમાજના યુવાઓ ફેસબુક, વોટ્સઅપ, ટીવી સીરીયલ છોડી વિનામુલ્યે કે આમંત્રણ વગર મોડી રાત્રે જોવા આવે છે. જે બતાવે છે કે લોકોને હજુ પરંપરાગત સંસ્કૃતિક ભવાઇમાં રસ છે. ખેલૈયાઓ સ્વખર્ચે પોતાના ડ્રેસ લાવે છે. મોઢે બોલી પોતાના પાત્રો ભજવે છે. ગ્રામજનો હોળીના દિવસે વિસર્જન થાય ત્યારે સ્વેચ્છાએ યથાશકિત આર્થિક ફાળો આપે છે.

પરંપરા મુજબ હાલ વહેલાલ ગામના રાવળવાસ વિસ્તારમાં રોજ રાત્રે 10થી 12.30 સુધીમાં ઠાકોર સમાજના યુવાનો રોજબરોજ વિવિધ પાત્રો વિવિધ વેશ ધારણ કરી ભજવી રહ્યા છે. ઠાકોર સમાજ દ્વારા ભજવાતી શેરી ભવાઇ જોવા દરેક ઠાકોર સમાજના પરિવારના દરેક સભ્યો આવે છે.

એટલુજ નહીં અન્ય સમાજના યુવાઓ-મહીલાઓ-પુરૂષો બાળકો પણ આજના મલ્ટીપલ થીયેટર, મોબાઇલ યુગમા બે ઘડી મોબાઇલમાં વોટ્સ અપ ફેસબુક, ગેમો, ટીવી સીરીયલ છોડી નિશુલ્ક જોવા આવવાનું ચુકતાં નથી. અસંખ્ય લોકો આ ભવાઇ જોવા આવે છે. ઠાકોર સમાજના દરેક યુવાઓ પોતાના વેશભૂષાના ડ્રેસ સ્વખર્ચે લાવે છે. ઠાકોર સમાજના યુવાઓ રામાયણ-મહાભારત આ પાત્રો મોઢે બોલે છે. તેઓ કોઇ કલાકારની તાલીમ કે માર્ગદર્શન લેવા ગયા નથી. કોઇ મેકઅપ કરનાર આવતા નથી પોતાની જાતે એકબીજાને શણગારે છે તેઓના બાપ દાદાઓ જે આ ભજવી ચુક્યા છે તેઓ તેઓને માર્ગદર્શન આપી કઇ રીતે પાત્ર ભજવવુ તે શીખવે છે. તેઓની કળામાં આબેહુબતા જોવા મળે છે. હોળીના અંતિમ દિવસે આ ભવાઇનંુ વિસર્જન થાય છે.

સમાજના લોકો સ્ત્રીનો વેશ ધારણ કરી મહાભારત-રામાયણ ભજવે છે.

અન્ય સમાચારો પણ છે...