• Gujarati News
  • National
  • જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટમાં 10 હજાર વિદ્યાર્થી વચ્ચે 55 સ્પર્ધા

જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટમાં 10 હજાર વિદ્યાર્થી વચ્ચે 55 સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશના સૌથી મોટા ટેક્નિકલ મહોત્સવ જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટનું યજમાનપદ આ વખતે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ અને એલ.એમ. ફાર્મસી કૉલેજને સંયુક્તપણે ફાળવવામાં આવ્યું છે. જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ આગામી 14, 15 અને 16 માર્ચના રોજ આ બંને કોલેજોમાં યોજાશે, આ ટેકફેસ્ટમાં 55 સ્પર્ધાઓ યોજાશે.

GTU Techfest

સેન્ટ્રલ ટેકફેસ્ટના આકર્ષણો
સેન્ટ્રલ ટેકફેસ્ટની મુખ્ય થીમ હેરિ-ટેક છે. હેરિટેજ અને ટેક્નોલોજી એ બે શબ્દોના સમન્વયથી બનેલા શબ્દ હેરિ-ટેક થીમનો હેતુ આપણાં સમૃદ્ધ વારસાના જતન કરતાં ટેક્નોલોજીની અજાયબીઓ વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો છે. તેના માટે આગામી 11મી માર્ચના રોજ મેરેથોન આયોજીત કરવામાં આવી છે. જેમાં 3000થી વધુ લોકો 7 કિ.મી.ની દોડમાં ભાગ લેશે. આ મેરેથોન યોજવા પાછળનો મુખ્ય હેતુ પર્યાવરણ અને આપણાં ભવ્ય વારસા (હેરિટેજ) વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે. પાણી બચાઓ, પર્યાવરણના જતન માટે વધુ વૃક્ષો વાવો જેવા સૂત્રો સાથે વિદ્યાર્થીઓ મેરેથોનમાં ભાગ લેશે.

સેન્ટ્રલ ટેકફેસ્ટમાં યોજાનારી ઈવેન્ટ
ટેકફેસ્ટમાં 40 ટેકનિકલ સ્પર્ધા

15 નોન-ટેકનિકલ સ્પર્ધા

રોબોટીક્સ સ્પર્ધા

વર્કશોપ, તજજ્ઞો સાથે ચર્ચા મેનેજમેન્ટની 37 સ્પર્ધા

11મી માર્ચના રોજ મેરેથોન

વોટરવૉર

હ્યુમન કેટરપિલ્લર

સેલ્ફીહોલિક

પેઈન્ટ ઈટ આઉટ

એડવેન્ચર

સ્પોર્ટસ ઇવેન્ટ