તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad કર્ણાવતી ક્લબમાં 26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર વડોદરાની જેમ ગરબા યોજાશે

કર્ણાવતી ક્લબમાં 26 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર વડોદરાની જેમ ગરબા યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

નવરાત્રિમાં આ વખતે અમદાવાદીઓને અલગ માહોલ મળી રહે તે માટે કર્ણાવતી ક્લબ દ્વારા પ્રથમવાર વડોદરાની જેમ ગરબાનું આોજન કરવામાં જઇ રહ્યા છે. આ અંગે કર્ણાવતી ક્લબના એન્ટરટેઈનમેન્ટ કમિટીના ચેરમેન અમરીશ પટેલે કહ્યું કે, ‘ગ્રાઉન્ડ પર એક સાથે સર્કલમાં લોકો ગરબા રમી શકે તે માટે આ વખતે આ આયોજન કરાયું છે. અમે એવું જ ઈચ્છીએ છે કે એક જ રાઉન્ડમાં એક જ પ્રકારના ગરબા રમાય પરંતુ કોઈને એક જ રાઉન્ડમાં બીજી સ્ટાઈલમાં ગરબા ગાવા હશે તો તેમના માટે આ ફરજીયાત પણ નથી. જે માટે 170 ફૂટ રેડિયસવાળા ગ્રાઉન્ડમાં સર્કલ બનશે. આ સર્કલમાં બન્ને બાજુ 15-15 ફૂટના ડબલ લેન્થમાં નાના રોપ હશે. જેની વચ્ચે ખેલૈયાઓ રમી શકશે.’ તેમને વધુમાં કહ્યું કે, જો ભીડ વધશે તો અમે આ સર્કલ ડબલ કરીશું. પરંતુ ગરબા સર્કલમાં જ થશે. ’

કર્ણાવતી ક્લબમાં વડોદરા જેવો માહોલ ઉભો કરાશે
કર્ણાવતી ક્લબ

કર્ણાવતીની તસવીરમાં લાઈટ સ્ટેન્ડની વચ્ચેના ભાગે રાઉન્ડમાં રોપ બાંધવામાં આવશે અને વડોદરા જેવો માહોલ ઊભો કરવામાં આવશે.

ફાઈલ ફોટો

ગ્રાઉન્ડમાં ડબલ લેન્થના 15-15 ફૂટના ડિસ્ટન્સ વચ્ચે રોપ બંધાશે
ગરબાના સ્ટેપની સ્ટાઈલ કોરિયોગ્રાફી પર ડિપેન્ડ છે
ઈરફાન ઘાંચી, ગરબા કોરીયોગ્રાફર

 આ પ્રકારનો રાઉન્ડ હશે તો પદ્ધતિસરથી ગરબા રમી શકાશે. જો ત્રણ તાળી વાગતી હશે તો તેમાં દોઢીયું અને હુડોના સ્ટેપ પણ લઈ શકાય છે. ગરબાના સ્ટેપની સ્ટાઈલ કોરિયોગ્રાફી ઉપર ડિપેન્ડ છે.

મેમ્બર્સ અને ગેસ્ટને રિક્વેસ્ટ કરાશે કે તેઓ સર્કલમાં રમે
રાજપથના ડિરેક્ટર રાજીવ શાહે કહ્યું કે, રાજપથમાં પણ વડોદરાની જેમ ગરબા ઓર્ગનાઈઝ કરવા માટે મિટીંગમાં ડિસ્કશન થઈ ચૂકી છે. નવરાત્રિમાં ગરબે રમવા આવતા મેમ્બર્સ અને ગેસ્ટને રિક્વેસ્ટ કરાશે તેઓ શેરી ગરબા એટલે કે સર્કલમાં ગરબા રમે.

અન્ય સમાચારો પણ છે...