તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad ક્વિઝમાં DPSને હરાવી રિવરસાઇડ સ્કૂલ વિજેતા બની

ક્વિઝમાં DPSને હરાવી રિવરસાઇડ સ્કૂલ વિજેતા બની

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર cbamdavad@gmail.com

રવિવારે એએમએમાં ‘એન્ડેવર સ્કૂલ ક્વિઝ -3.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 57 સ્કૂલોમાંથી અંદાજિત 182 ટીમોએ ભાગ લીધો હતો. આ ક્વિઝમાં 6 ટીમ ફાઇનલ રાઉન્ડમાં પહોંચી હતી. ફાઇનલ રાઉન્ડમાં રિવરસાઈડ, ઉદગમ, સંત કબિર અને ડીપીએસ બોપલની ટીમો વચ્ચે રસાકસીવાળો માહોલ સર્જાયો હતો. જેમાં ફાઇનલ સવાલ ડીપીએસ સ્કૂલને પૂછવામાં આવ્યો હતો કે, ‘ કઈ નદીનું નામ પુરુષ પરથી પડ્યું છે? જેનો જવાબ ડીપીએસ આપી નહોતી શકી. રિવરસાઇડ સ્કૂલે જવાબ ‘બહ્મપુત્ર’ આપ્યો ક્વિઝમાં વિજેતા બની ગઇ.

એન્ડવેર સ્કૂલ ક્વિઝમાં 57 સ્કૂલની 182 ટીમોએ ભાગ લીધો હતો. જેમા અંતે 6 ટીમ ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી શકી હતી. શહેરની ઉદગમ, ડીપીએસ બોપલ, રિવરસાઈડ અને સંત કબિરની ટીમોએ ફાઈનલ રાઉન્ડમાં જોરદાર પરફોર્મ આપ્યું હતું. જો, કે અંતે ટાઈ પડતાં એક સવાલનો સામનો ડીપીએસ બોપલ અને રિવરસાઈડની સ્કૂલે કરવાનો હતો, જેમાં ડીપીએસ સ્કૂલની ટીમે સવાલનો ખોટો જવાબ આપતાં આપ્યો અને રિવરસાઈડ સ્કૂલની ટીમ જેમાં હૂસેન લોખંડવાલા અને આદિત્ય મહેતાએ સાચો જવાબ આપતા તેમની ટીમ વિનર બની હતી.

ફાઈનલ રાઉન્ડમાં આ પ્રકારના 50 સવાલો કરાયા
ઈંગ્લિશ સ્કોલરે અમદાવાદના ક્યાં હેરિટેજ સ્થાપત્યની શોધ કરી કે તે હલે છે ? (ઝૂલતા મિનારા)

તમામ નદીઓના નામ સ્ત્રીના નામ પરથી હોય છે પણ એક નદીનું નામ પુરુષ પરથી છે તે કઈ ?(બ્રહ્મપુત્ર)

અન્ય સમાચારો પણ છે...