તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad સ્મિતા શાસ્ત્રીને ‘કે.વી. સત્યાનારાયણ એક્સલન્સ એવોર્ડ’

સ્મિતા શાસ્ત્રીને ‘કે.વી. સત્યાનારાયણ એક્સલન્સ એવોર્ડ’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : ‘ગાંધીજીનો સ્વદેશીનો સિદ્ધાંત એટલે મારે મન તો મારા કૂચિપૂડી અને ભરતનાટ્યમ નૃત્યો જેને હું દિલથી પરફોર્મ કરતી આવી છું’ આ શબ્દો છે અમદાવાદના કૂચિપૂડી અને ભરતનાટ્યમ નૃત્યાંગના સ્મીતા શાસ્ત્રીના. જેમણે તાજેતરમાં જ આંધ્રપ્રદેશના ઈલુરૂમાં ‘કે.વી.સત્યાનારાયણ એક્સલન્સ એવોર્ડ-2018’ એનાયત કરવામાં આવ્યો હતો. યંગ મેન્સ હિન્દુ એસોસિએશન અને કેવીએસ ટ્રસ્ટના ઉપક્રમે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે તેમણે કહ્યું કે, ‘ આપણે ભારતીય શાસ્ત્રીય નૃત્યોને પણ ગાંધીજીના સ્વદેશીના સિધ્ધાંતની નજરે જોવા જોઈએ અને વેસ્ટર્ન ક્લાસિકલ ડાન્સને બદલે આપણા ક્લાસિકલ નૃત્ય વારસો જળવાય અને વિસ્તરે તે માટે આપણે નવી પેઢીને તૈયાર કરવી જોઈએ. ગાંધીજીના વિદેશી વસ્તુઓના બહિષ્કારના મેસેજને હું આપણી નૃત્યપરંપરાના માધ્યમથી લોકો સમક્ષ પ્રસ્તુત કરુ છું.

અન્ય સમાચારો પણ છે...