તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઈંગ્લેન્ડના કલાકાર દ્વારા હેન્ડશેડો પપેટ્સનું પર્ફોર્મન્સ

ઈંગ્લેન્ડના કલાકાર દ્વારા હેન્ડશેડો પપેટ્સનું પર્ફોર્મન્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલા દ્વારા માણસને આનંદ મળે છે. તે આપણને ચોક્કસ ધ્યેય સુધી પહોચાડવાની ઉર્જા પણ પૂરી પાડે છે. હું 12 વર્ષનો હતો ત્યારે આફ્રિકા અને પછી યુ.કેમાં પપેટ આર્ટમાં સક્રિય થયો. તેમાં પણ હેન્ડશેડો પપેટ પરફોર્મન્સ મારો મુખ્ય શોખ છે. આજે ફિલ્મોના ક્રેઝ વચ્ચે થિએટર આર્ટ ક્યાંક ક્યાંક વિસરાતી જતી હોય તેવું લાગે છે ત્યારે આપણે બાળકોને વારસાનું જ્ઞાન આપીને તેમને આગળ વધારી શકીએ છીએ. -ડ્ર્યુ કોલ્બિ, પપેટ આર્ટિસ્ટ

િસટી રિપોર્ટર | અમદાવાદ

યુ.કે.નાકલાકાર ક્યારેક વાઘ-સિંહ જેવા એનિમલની વાર્તાઓ તો ક્યારેક પોપટ, ચકલી અને મોરની વાર્તાઓથી બાળકોને ઈન્સ્પાયર કરે છે. છેલ્લાં 30 વર્ષથી હેન્ડશેડો પપેટ પરફોર્મન્સ વડે તેઓ માત્ર યુ.કેમાં નહીં દુનિયાના ઘણા દેશોમાં પણ જાણીતા છે. પપેટિયર એટલે ડ્ર્યુ કોલ્બિ. અમદાવાદ સોસોયટી ઓફ થિએટર આર્ટના ઉપક્રમે ‘થિએટર ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રનમાં ત્રીજા દિવસે યુકેના ડ્ર્યુ કોલ્બિ દ્વારા ‘સ્મોલ ફેબલ્સ’ પરફોર્મન્સ યોજાયું હતું. ફેસ્ટિવલ ડિરેક્ટર એવા નીના પરીખે કહ્યું કે, ‘અમદાવાદના આંગણે ફેસ્ટિવલના ત્રીજા દિવસે બાળકોને હેન્ડશેડો પપેટ પરફોર્મન્સ માણવાની તક મળી હતી. ડ્ર્યુ કોલ્બિ યુ.કેમાં થિએટર એટ યોર ફિંગર ટ્રિપ્સ દ્વારા જાણીતા છે. શહેરના બાળકો કલાને જાણે અને તેના દ્વારા તેમની લાઈફમાં પણ કંઈક ચેન્જ આવે તે ફેસ્ટિવલનો મુખ્ય હેતુ છે.’

Theater Festival

અન્ય સમાચારો પણ છે...