તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પસુંજ ગામેથી 27 જુગારી 18.84 લાખ સાથે ઝડપાયા

પસુંજ ગામેથી 27 જુગારી 18.84 લાખ સાથે ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્યએસઓજીએ પસુંજ ગામની સીમાં આવેલા એક મકાનમાં શુક્રવારે વહેલી સવારે રેડ પાડી 27 જુગારીઓને 18,84,500ની મતા સાથે પકડ્યા હતા. પીએસઆઇ વી. એમ. કોલાદરા તથા એસઓજી શાખાના માણસોએ માહિતી પ્રમાણે પસુંજ ગામની સીમામાં કેનાલ પાસે આવેલા ખેતરમાં દરોડો પાડીને ધરપકડ કરી હતી. અહીં સલીમમિંયા શેખ જુગાર રમાડી રહ્યો હતો. સત્યની પુષ્ટિ થતા પોલીસે રેડ પાડી 27 ઇસમોને જુગાર રમતા પકડ્યા હતા. જેઓની પાસેથી રોકડ રૂ. 8, 48, 500 તથા આઇ.20 હોન્ડા જેઝ તથા રિક્ષા મળી કુલ 3 વાહનો, મોબાઇલ નંગ -23 મળી રૂ. 18.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...