તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ફેસબુકમાં અભદ્ર ફોટા અપલોડ કરનારની ધરપકડ

ફેસબુકમાં અભદ્ર ફોટા અપલોડ કરનારની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘાણીનગરમાંયુવતીના અભદ્ર ફોટા તેની સાસરીવાળાઓના ફેસબુક આઈડી પર પોસ્ટ કરનારા પાડોશી યુવકની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. પાડોશમાં રહેતા યુવકને યુવતી ગમતી હોવાથી તેને ફ્રેન્ડશિપ કરવા જણાવ્યું હતું. જો કે યુવતીએ ના પાડી દેતા બદલો લેવા યુવકે કૃત્ય કર્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, મેઘાણીનગરન સીમાની સગાઈ રાજેશ સાથે થઈ હતી. સીમાના નામથી બનાવેલું ફેસબુકના આઈડીથી રાજેશની ભાભીના ફેસબુક આઈડી પર સીમાના અભદ્ર ફોટો અને વીડિયો પોસ્ટ કરાયેલા હતા. સીમાએ ફેસબુક એકાઉન્ટ બ્લોક કરી ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...