તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા કોચ સાથે ભારતની નવી શરૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિચાર્ડ્સ સ્ટેડિયમ વિન્ડીઝ માટે ભાગ્યશાળી રહ્યું છે

નવાકોચ સાથે આત્મવિશ્વાસથી ઓતપ્રોત ભારતીય ટીમ ગુરુવારથી રમાનારી પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં જ્યારે બિનઅનુભવી વેસ્ટ ઇન્ડીઝની ટીમ સામે રમશે ત્યારે તેનો ઇરાદો કેરેબિયન ધરતી પર સતત ત્રીજી ટેસ્ટ શ્રેણી જીતીને હેટ્રિક નોંધાવવાનો રહેશે. ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં ટેસ્ટ નવો અધ્યાય લખશે કારણ કે અનિલ કુંબલેના માર્ગદર્શનમાં પ્રથમ વખત રમશે. કુંબલેના કોચ બન્યાના ત્રણ સપ્તાહનો સમય થઇ ગયો છે અને દરમિયાન પ્રેક્ટિસ કેમ્પ તથા બે પ્રેક્ટિસ મેચમાં કુંબલેના કોચિંગ હેઠળ ભારતીય ટીમ રમી છે.

{શ્રેણીવિજયનીહેટ્રિક લક્ષ્યાંક

ભારતીયટીમ પોતાના નવા કોચની રણનીતિનો ચુસ્તપણે અમલ કરવાના તમામ પ્રયાસ કરશે. સુકાની વિરાટ કોહલીની ટીમ કેરેબિયન ધરતી પર શ્રેણીવિજયની હેટ્રિક નોંધાવવાના તમામ પ્રયાસ કરશે. અગાઉ 207માં રાહુલ દ્રવિડ તથા 2011માં ધોનીના નેતૃત્વમાં ભારતે વિન્ડીઝમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. કોહલીની કેપ્ટનશિપમાં ભારતે શ્રીલંકાને 2-1થી તથા સાઉથ આફ્રિકાને 3-0થી હરાવ્યું હતું.

{ભારતપાંચ બોલર્સ સાથે રમશે

સેન્ટકિટ્સ ખાતેની બે પ્રેક્ટિસ મેચમાં પિચ પરથી સારો બાઉન્સ મળતો હતો પરંતુ ઝડપી બોલસને કોઇ મદદ મળી નહોતી. સ્પિનર્સને બોલ ટર્ન કરવામાં સફળતા મળી હતી. પિચ પર હળવું ઘાસ દેખાય છે પરંતુ પિચ પાંચ દિવસ સુધી અતૂટ રહેશે નહીં. સ્થિતિમાં ભારતીય ટીમ મેનેજમેન્ટ પાંચ બોલ સાથે રમે તેવી પૂરી સંભાવના છે. પિચ પર થોડુંક ઘાસ રહે તો પણ પિચ ધીમી રહેશે. ઇશાન્ત શર્માના સાથીદાર તરીકે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવમાંથી કોને રમાડવામાં આવે છે તે રસપ્રદ રહેશે.

{ત્રીજાક્રમનો પેચિદો પ્રશ્ન

ટીમમેનેજમેન્ટ જો ત્રીજા ક્રમે લોકેશ રાહુલના સ્થાને પૂજારાને રમાડશે તો આશ્ચર્ય થશે. પૂજારા અને રાહુલે સાથે નેટ્સ કરી હતી. બીજી નેટ્સ પર મુરલી વિજય અને શિખર ધવન સાથે બેટિંગ કરતા હતા.

{વિન્ડીઝબિનઅનુભવી ટીમ છે

યજમાનકેરેબિયન ટીમ પાસે ડેરેન બ્રાવો તથા સેમ્યુઅલ્સના સ્વરૂપે બે અનુભવી ખેલાડી છે જેમણે અનુક્રમે 42 તથા 64 ટેસ્ટ રમી છે. સુકાની જેસન હોલ્ડર બંને પાસે બિનઅનુભવી બેટિંગ લાઇનઅપના નેતૃત્વની આશા રાખશે. ટેસ્ટ દરમિયાન કેરેબિયન બેટ્સમેનો માટે સ્પિનર્સને રમવું આસાન રહેશે નહીં.

સર્વાધિક સ્કોર 522 | વેસ્ટઇન્ડીઝે વિવિયન રિચાર્ડ્સ સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે 2012ની જુલાઇમાં રમાયેલી ટેસ્ટમાં 522 રનનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો.

ન્યૂનતમસ્કોર 272 |આ મેદાનપર સૌથી ઓછો સ્કોર ન્યૂઝીલેન્ડે 2012ની જુલાઇમાં યજમાન વેસ્ટ ઇન્ડીઝ સામેની ટેસ્ટમાં નોંધાવ્યો હતો.

સર્વાધિકવ્યક્તિગત સ્કોર | સૌથીવધારે રનની ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ વિન્ડીઝના ક્રિસ ગેઇલના નામે છે જેણે ન્યૂઝીલેન્ડ સામે 2012માં 150 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના ઇયાન બેલે 2015ની એપ્રિલમાં મેદાન રમાયેલી છેલ્લી ટેસ્ટમાં 143 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી.

સ‌ર્વશ્રેષ્ઠબોલિંગ પ્રદર્શન | ઓસ્ટ્રેલિયાનાબ્રેટ લીએ 2008ના મે મહિનામાં વિન્ડીઝ સામે એક ઇનિંગ્સમાં 59 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જે મેદાન પર ટેસ્ટની એક ઇનિંગ્સમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. વિન્ડીઝ માટે કેમર રોચ તથા સુનિલ નરૈન પણ એક ઇનિંગ્સમાં 5-5 વિકેટ ઝડપી ચૂક્યા છે.

}કુલ ટેસ્ટ મેચ : 90,ભારતના 16 વિજય, વિન્ડીઝ 30 ટેસ્ટ જીત્યું છે, 44 ટેસ્ટ ડ્રો.

}વેસ્ટઇન્ડીઝમાં ટેસ્ટ : 45,ભારતના પાંચ વિજય, વિન્ડીઝના 16 વિજય, 24 મેચ ડ્રો.

}1971માંપ્રથમ શ્રેણીવિજય ભારતેઅજિત વાડેકરના નેતૃત્વમાં 1971માં પ્રથમ વખત કેરેબિયન ટીમ સામે 1-0થી શ્રેણીવિજય મેળવ્યો હતો.

ભારત-વિન્ડીઝના આંકડા

ભારતીય ટીમ

વિરાટકોહલી (સુકાની), મુરલી વિજય, શિખર ધવન, લોકેશ રાહુલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રોહિત શર્મા, રિદ્ધિમાન સાહા, આર.અશ્વિન, અમિત મિશ્રા, રવિન્દ્ર જાડેજા, સ્ટુઅર્ટ બિન્ની, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, ઇશાન્ત શર્મા.

વેસ્ટઇન્ડીઝ ટીમ

જેસનહોલ્ડર (સુકાની), ક્રેગ બ્રાથવેઇટ, રાજેન્દ્ર ચંદ્રિકા, ડેરેન બ્રાવો, માર્લોન સેમ્યુઅલ્સ, શેન ડોવરિચ, જેરમીન બ્લેકવૂડ, રોસ્ટોન ચેઝ, લિયોન જ્હોન્સન, દેવેન્દ્ર બિશૂ, કાર્લોસ બ્રાથવેઇટ, શેનન ગેબ્રિયલ, મિગુલ કમિન્સ.

ટેસ્ટ ક્રિકેટ | આજથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પ્રથમ ટેસ્ટનો પ્રારંભ, સાંજે 7:30થી ટેન-3 પરથી પ્રસારણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો