તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદમાં ઝેર પીનારા મુકેશની અટક ‘શાહ’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં ઝેર પીનારા મુકેશની અટક ‘શાહ’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્યાંક પથ્થરમારો અને આગનો ભડકો, તો ક્યાંક પોલીસનો દંડો

ઉનામાંદલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં દલિત સમાજે મંગળવારે કલેક્ટર કચેરી ખાતે દેખાવો કર્યા હતા, જેમાં 38 વર્ષીય દલિત કાર્યકર મુકેશે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, હૉસ્પિટલના ચોપડે મુકેશની અટક ‘શાહ’ નોંધાયેલી છે.

સિવિલ હૉસ્પિટલના બી-6 વોર્ડમાં 30 નંબરના ખાટલામાં સારવાર લઈ રહેલા મુકેશ ખોળાભાઈ શાહ (રહે-કલોલ)એ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, હું ‘ચમાર’ છું, ‘શાહ’ અટક મેં મજબૂરીમાં અપનાવી છે. હું ગાંધીનગરમાં અભ્યાસ કરતો હતો, ત્યારે મારી જાતિના કારણે કૉલેજમાં છૂતઅછૂતનો ભેદભાવ હતો. આેથી મેં મજબૂરીમાં ‘શાહ’ અટક અપનાવી હતી. બીજી બાજુ દેખાવો દરમિયાન તમે કયું ઝેરી પ્રવાહી પી લીધું હતું, તે અંગે પૂછતાં તેણે ટોળામાંથી કોઈ વ્યક્તિ દુકાનમાંથી બોટલ લઈ આવી હતી, બોટલમાં શું હતું તે અંગે મને જાણ નથી, તેમ કહ્યું હતું. અંગે પૂછતાં સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. અેમ. એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, મુકેશે કલેક્ટર કચેરી ખાતે જે ઝેરી પ્રવાહી પીધું હતું તે ફિનાઈલ હોવાનું બહાર આવ્યું છે. હાલ મુકેશ સ્વસ્થ છે, અને તે સામે ચાલી રજા માંગી રહ્યો છે. જોકે હાલ બે ડોક્ટરો તેની તબિયત અંગે ક્રોસ વેરિફિકેશન કરી લેશે તે બાદ તેને રજા આપી દેવાશે.

ચાંદખેડા

બળિયાલીમડી

ગીતા મંદિર રોડ

જૂના વાડજ

વેજલપુર

ઇન્દિરાનગર

રેલ ટ્રેક પર તોફાન | વસ્ત્રાપુરરેલવે ટ્રેક પાસે ટોળાંએ ટાયર સળગાવ્યાં હતાં, જેને પગલે મુસાફરોની સલામતી માટે ટ્રેન રોકવાની રેલતંત્રને ફરજ પડી હતી.

આટલી બધી પોલીસ?| જૂનાવાડજમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને પગલે પોલીસ કુમક ખડકી દેવાઈ હતી. આટલી બધી પોલીસ સામે કિશોરી કુતૂહલવશ જોઈ રહી છે.

રોષમાં કચરોય બાળ્યો | દલિતોમાંઉનાની ઘટનાને પગલે રોષ ફેલાયો હતો. ઉશ્કેરાયેલાં ટોળાંએ કચરાપેટી અને નકામાં લાકડાંને પણ આગ ચાંપી સરકારની ઢીલી નીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

અમરાઈવાડી

હવે તો સાંભળો... |ચાંદખેડામાં દેખાવકરતાં અટકાવી રહેલા ઉચ્ચ પોલીસ અધિકારીને દલિત મહિલાએ રોષભેર રજૂઆત કરી હતી.

આક્રોશનો પથ્થર | અમરાઈવાડીનાસ્વસ્તિક ચાર રસ્તા પાસે ટોળાં ઊમટ્યાં હતાં. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ કર્મચારીઓ ઉપર પથ્થરમારો કરી રોષ ઠાલવ્યો હતો.

હવે કઈ રીતે જવું?| બળિયાલીમડીમાંટોળાંએ એસટી બસ ખાલી કરાવતાં મુસાફરોને રઝળવું પડ્યું હતું. ખંભાત જવા નીકળેલી મહિલા રડી પડી હતી.

બંધ કર નહીં તો...| ગીતામંદિરરોડ પર દુકાનો બંધ કરાવવા નીકળેલા લોકોનો રોષ વકર્યો હતો. દુકાનદારે બંધ કરતાં કેટલાકે પથ્થરો મારી દુકાન બંધ કરાવી હતી.

ઉનાના દલિત અત્યાચારનો પડઘો અમદાવાદમાં પડ્યો

ગિરધરનગર

લાકડીના જોરે લોકોને દોડાવ્યા | બુધવારેસવારથી રોષે ભરાયેલાં ટોળાં રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. જોકે, બંદોબસ્તમાં મુકાયેલા પોલીસ જવાનોએ લાઠીચાર્જ કરી સરકાર વિરોધી સૂત્રો પોકારતા લોકોને દોડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો