તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પોલીસમથકની પાળીએથી ભિક્ષુક પડ્યો, ને બૂમો પડી કે ‘ઝેર પીધું’!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસમથકની પાળીએથી ભિક્ષુક પડ્યો, ને બૂમો પડી કે ‘ઝેર પીધું’!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનામાંદલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં બુધવારના રોજ દલિતજ્ઞાતિ દ્વારા ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. દલિતો પર થયેલા અત્યાચાર મુદ્દે વિવિધ શહેરોમાં કલેક્ટર કચેરી બહાર દલિત કાર્યકરો દ્વારા ઝેરી પીને આપઘાત કરવાના પ્રયાસો સામે આવ્યાં હતાં. દરમિયાન બુધવારના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનની બહાર દલિત યુવકો ટોળું વળીને ઊભા હતા. અને બીજી તરફ પોલીસ સ્ટેશનની અંદર કેટલાક પોલીસ કર્મચારીઓ બેહોશ થઈ ગયેલા વ્યક્તિને ભાનમાં લાવવાની કોશિશ કરતા હતા. નજારો જોઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓ નવરંગપુરા પોલીસ મથકમાં દલિત યુવકે ઝેર પીને આપઘાત કર્યો હોવાની વાત સાંભળી ઊભા રહેતા પોલીસે ભાઈ પાળી પરથી પડી ગયો છે, હવે જાઓ અહીંયાથી’ કહીને તમામને તગેડી મૂક્યા હતા.

વાત એમ છે કે, બુધવારે સવારે 100 જેટલા દલિત યુવકો 10 વાગે નવરંગપુરાના સીજી રોડ ખાતે દુકાનો બંધ કરાવવા નીકળ્યાં હતાં. વાતની જાણ નવરંગપુરા પોલીસને થતા પોલીસે ટોળાને દુકાનો બંધ કરતા અટકાવ્યા હતા. જેમાં બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે 3 યુવકોની અટકાયત કરી હતી. 3 યુવકોને છોડાવવા દલિત જ્ઞાતિના યુવકો નવરંગપુરા પોલીસ મથકની સામે ટોળું વળી બેસી રહ્યાં હતાં. બપોરે 3:30 થી 4 વાગ્યા વચ્ચે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં એક ભીખારી જેવો લાગતો વ્યક્તિ પોલીસ સ્ટેશનની પાળી પરથી નીચે પડતા તે બેભાન થઈ ગયો હતો. જોઈ પોલીસકર્મચારીઓ તેને હોશમાં લાવવાના પ્રયાસ કરતા હતા.

પોલીસ મથકની બહાર દલિતોનું ટોળું અને અંદર વ્યક્તિને ભાનમાં લાવવાનો પ્રયાસ કરતી પોલીસને જોઈ ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ફરી કોઈ દલિત યુવકે ઝેર પીધું હોવાની વાત સાંભળી ઊભા રહી ટોળે વળતા પોલીસે તમામ રાહદારીઓને ખખડાવી ત્યાંથી રવાના કર્યાં હતાં. જ્યારે 108 આવતા વ્યક્તિને સારવાર માટે લઈ જવામાં આવી હતી.

નવરંગપુરા પો. સ્ટે.માં દલિત ટોળાની હાજરીમાં રમૂજી ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો