તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતોએ પણ થાળી-વેલણ ખખડાવ્યાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટીદારઆંદોલન બાદ દલિત મહિલાઓએ પણ થાળી-વેલણ ખખડાવી દલિતો સામેના અત્યાચાર મુદ્દે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. દલિત સમાજે આપેલા ‘ગુજરાત બંધ’ના એલાનના પગલે બુધવારે સવારથી શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓએ થાળી-વેલણ ખખડાવી રસ્તાઓ પર આવી જઈ ચક્કાજામ કર્યો હતો. એએમટીએસના 35 રૂટની 200 બસો અને બીઆરટીએસના 13 રૂટમાંથી 12 રૂટ બંધ કરવામાં આવ્યા હતા. એએમટીએસ દ્વારા બુધવારે પ્રથમ શિફ્ટમાં 780 અને બીજી શિફ્ટમાં 647 બસ મુકાઈ હતી. બુધવારે સાંજે 5 વાગે ટોળાએ શાહપુરના શંકરભુવન પાસે 4 બસના કાચ તોડતા છેલ્લા બે દિવસમાં એએમટીએસની 7 બસના કાચ ફૂટ્યા હતા.

રાજ્યના એડિશનલ ડીજી વી. એમ. પારઘીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઉનામાં ગૌરક્ષકોએ દલિત યુવાનો સાથે જે કૃત્ય કર્યું હતું અમાનવીય હતું. ગૌરક્ષક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈને કાયદો હાથમાં લેવાનો હક્ક નથી.

હવે બાબાસાહેબનો અમને સથવારો

દલિત સમુદાય દ્વારા ચોતરફ વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે અમરાઈવાડીમાં બે યુવકો બાઈક પર ડો.આંબેડકરનો ફોટો લઈ જતાં હતા.

{ચાંદખેડા | દલિતોએઆક્રોશ રેલી કાઢ્યા બાદ સ્કૂલો, કૉલેજો અને દુકાનો બંધ કરાવ્યા હતા. 12ની અટકાયત થતાં ટોળાંએ ચાંદખેડા પોલીસ મથકને ઘેરી લીધું.

{સીજીરોડ | 100થીવધુ દલિતોના ટોળાએ દુકાનો બંધ કરાવતાં પોલીસે 3 યુવકની અટકાયત કરી હતી. ઉસ્માનપુરામાં ચક્કાજામનો પ્રયાસ કરાયો હતો.

{ગુપ્તાનગર| દલિતોનાટોળાએ રોડ પર આવી બસોની તોડફોડ કરી. શહેરકોટડામાં પણ ટાયર સળગાવાયા હતા.

{આંબાવાડી | ભૂદરપુરામાંટોળાં રોડ પર આવી ગયાં હતાં. છડાવાડ પોલીસ ચોકી પાસેનો વિસ્તાર બંધ કરાવ્યો હતો.

{હાટકેશ્વર| નેશનલહેન્ડલૂમમાં તોડફોડ કર્યા બાદ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતાં ટિયરગૅસના 2 શેલ છોડવામાં આવ્યા હતા.

{સરસપુર| ટોળાએસ્કૂલ અને દુકાનો બંધ કરાવી સૂત્રોચ્ચાર કર્યા, બસના કાચ તોડ્યા. પોટલિયા ચાર રસ્તા ખાતે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

ઉનાની ઘટનાને બ્રાહ્મણ, મુસ્લિમ, બારોટ સમુદાય તેમજ સરદાર પટેલ પાર્ટીએ વખોડતાં દોષિતો સામે આકરી કાર્યવાહી કરવા માટે બુધવારે અમદાવાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

કલેક્ટરને આવેદન અપાયું

ટ્રેક પર સળગતા ટાયર, ટ્રેન રોકાઈ

વસ્ત્રાપુર રેલવે સ્ટેશન નજીક કેટલાક યુવકોએ સાંજે ટાયરો સળગાવી રેલવે લાઈન પર મૂકી દીધા હતા. એજ સમયે ગાંધીગ્રામથી બોટાદ જતી પેસેન્જર ટ્રેન આ‌વતાં રેલવે ટ્રેક પર સળગતા ટાયરો જોઈ ટ્રેનના ડ્રાઈવરે લગભગ 10 મિનિટ સુધી ટ્રેન રોકી રાખી હતી.

2300 સફાઈ કામદારો હડતાળ પર ઉતરી ગયા

રોષ | સરસપુરમાંદલિત યુવાનોએ રસ્તા પર ઉતરી આવી દુકાનો બંધ કરાવી અને બસના કાચ ફોડી વિરોધ વ્યક્ત કર્યો હતો.

વિરોધ | બુધવારદલિત સમુદાયની મહિલાઓએ પણ શહેરમાં પાટીદારોની જેમ થાળી-વેલણ ખખડાવી આક્રોશ ઠાલવ્યો હતો.

ગોમતીપુર, હાટકેશ્વરમાં પોલીસ પર પથ્થરમારો અને ટિયરગૅસના શેલ છોડાયા

ચક્કાજામ | ઉનામાંદલિત યુવાનો પર અત્યાચાર સામે વ્યાપક વિરોધ દરમિયાન તોફાનોની ઝાળ બુધવારે અમદાવાદને પણ લાગી હતી. દલિત સમુદાયના યુવાનોએ ગુજરાત બંધનો બળજબરીથી અમલ કરાવવાના પ્રયાસમાં ઠેર ઠેર પથ્થરમારો કર્યો હતો. ગિરધરનગર બ્રિજ પર દલિત યુવાનોએ પથ્થરોની આડશ કરીને વાહન વ્યવહાર અટકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તસવીર- શૈલેષ પ્રજાપતિ

બંધના પગલે AMTSના 35 અને BRTSના 12 રૂટ બંધ કરાયા, 7 બસના કાચ ફોડ્યા

દલિત સમાજે આપેલા બંધના એલાનમાં મ્યુનિ.ના સફાઈ કામદારો પણ કામ પર ચઢયા હતા. નવા પશ્રિમ ઝોનના અંદાજે 2300 જેટલા સફાઈ કામદારો તેમની કામગીરીથી અળગા રહેવાના કારણે આખા ઝોનના જુદા જુદા વિસ્તારોમાં રોડ સફાઈની કામગીરી અટકી પડી હતી અનેે રોડ પર કચરાના ઢગલા ફેલાયા હતા.

વીએચપીના પ્રદેશ મહામંત્રી રણછોડ ભરવાડે ઉનાની ઘટનાની નિંદા કરતા જણાવ્યું કે, વ્યવસ્થાને ગૌહત્યા કહીને કેટલાક અમુક તત્વો દ્વારા જે રીતે અત્યાચાર થઈ રહ્યો છે તેનોે વીએચપી વિરોધ કરે છે.

અત્યાચાર નિંદનીય:VHP

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો