તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખોવાયેલ બાળકો મુદ્દે શું કરવું તે વિશે અરજદારો અભિપ્રાય આપે: હાઇકોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોવાયેલ બાળકો મુદ્દે શું કરવું તે વિશે અરજદારો અભિપ્રાય આપે: હાઇકોર્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંગુમ કે અપહરણ થઇ રહેલા બાળકો મામલે થયેલી જાહેરહિતની રિટમાં સરકારે કેવા પગલા લેવા જોઇએ તે બાબતે પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે હાઇકોર્ટે અરજદારને સૂચન કર્યું છે. રાજ્ય સરકારે આજે ગુમ થયેલા બાળકો મામલે કેટલીક આંકડાકીય વિગતો રજૂ કરી હતી જે અનુસાર રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં 6500 જેટલી છોકરીઓનું અપહરણ થયું હતું જે પૈકી 1200 બાળકીઓ આજે પણ ગુમ છે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી 3 સપ્તાહ બાદ પર મુલતવી રાખી છે. સરકાર તરફે મુખ્ય સરકારી વકીલ મનીષાબેન લવકુમારે રજૂઆત કરી હતીકે, બાળકો ગુમ થવાનો મુદ્દો ગંભીર છે અને સરકાર મામલાને એટલી ગંભીરતાથી લઇ રહી છે. એટલે સરકારે એક વિશેષ સેલની રચના પણ કરી છે.

અપહરણ થનાર બાળકોમાં 83% બાળકીઓ

રાજ્યસરકારના આંકડા પ્રમાણે 2013 થી 2015માં 14 વર્ષ સુધીની ઉંમરના 686 છોકરાઓનું અપહરણ જેમાં 591ની ભાળ મળી, 95 લાપતા છે. 1025 બાળકીઓનું અપહરણ થયું હતું તે પૈકી 880ની ભાળ મળી છે જ્યારે 145 હજુ ગુમ છે. 15 થી 18 વર્ષની ઉંમરમાં 590 છોકરાઓનું અપહરણ થયું હતું તે પૈકી 477ની ભાળ મળી, 113 ગુમ છે. છોકરીઓમાં 5477 છોકરીઓનું અપહરણ થયું જેમાં 4411ની ભાળ મળી છે જ્યારે 1066 મળી નથી. આમ કુલ 7778 અપહૃત બાળકોમાંથી 6359 જેટલા બાળકો મળી આવ્યા છે. જ્યારે 1419 જેટલા હજુ લાપત્તા છે. અપહૃતમાં સૌથી વધારે છોકરીઓની સંખ્યા 6500 જેટલી થાય છે જે પૈકી 1200 છોકરીઓ હજુ મળી આવી નથી. તેજ રીતે બાળકો ગુમ થવાની સંખ્યામાં છોકરીઓની સંખ્યા ખૂબ મોટી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો