• Gujarati News
  • National
  • કહેલી સાંભળેલી વાતો તમને જણાવશે આ રજની...

કહેલી-સાંભળેલી વાતો તમને જણાવશે આ રજની...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કહેલી-સાંભળેલી વાતો તમને જણાવશે આ રજની...
જિલ્લાના બળવાખોર મહિલા MLA મીડિયાથી અંતર રાખીને ફરે છે
અમદાવાદ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસમાં સભ્યોની અદલાબદલીનો મુદ્દો ટોક ઓફ ડાઉન બન્યો છે. તાજેતરમાં જિલ્લામાં સામાન્ય સભામાં બેઠકમાં કોંગ્રેસનાં પૂર્વ મહિલા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. હંુ જિલ્લા પંચાયતમાં ગઇ હતી ત્યારે કેટલાક મીડિયા કર્મીઓ એક ચેમ્બરની બહાર બેઠા હતાં. ત્યાંથી અચાનક બળ‌વાખોર મહિલા ધારાસભ્ય પસાર થતાં મીડિયાના કર્મચારીઓએ કહ્યું, બેન બેસો આજના મુદ્દે થોડીક ચર્ચા કરવી છે. પરંતુ બેન તો સીધાં ચેમ્બરમાં ચાલ્યાં ગયાં. આ પછી ફરીવાર બેન પસાર થયાં તો પણ ઊભા પણ ના રહ્યાંં. હું ત્યાં ઊભી ઊભી બધું જોયા કરતી હતી. પછી મેં ભાજપના એક અગ્રણીને પૂછ્યું તો જાણવા મળ્યું કે કોંગ્રેસની જેમ ભાજપમાં પૂછ્યા વગર બેન મીડિયાને સંબોધી શકે નહીં. અગાઉ આ બાબતે ઠપકો મળી ગયો છે. જેથી હવે બેન ચેતી ગયાં છે. એટલે તેઓ મીડિયાકર્મીઓ સાથે ઊભા ના રહ્યાં.

અવગણના
મધ્યમ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓને સારી કોલેજોમાં પ્રવેશ માટેની વિડંબના
ધો રણ 12ના પરિણામની જાહેરાત કરાયા બાદ કોમર્સ, સાયન્સ, આર્ટસ કોલેજોમાં પ્રવેશ માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ પ્રવેશ કાર્યવાહીમાં ઊંચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને મનપસંદ કોલેજમાં પ્રવેશ માટે ખાસ તકલીફ પડી નથી, પરંતુ મધ્યમ પરિણામ મેળવનાર એટલે કે 55થી 65 ટકા મેળવનારા વિદ્યાર્થીઓને મનપસંદ અંગ્રેજી માધ્યમની કોલેજોમાં પ્રવેશ મેળવવામાં ખાસી તકલીફ પડી રહી છે. એક વિદ્યાર્થી મને કહે રજનીબેન, ધોરણ 12માં સારું પરિણામ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ અપેક્ષા મુજબ પરિણામ ન આવ્યંુ. ઊંચી ટકાવારીના અભાવે સારી અંગ્રેજી માધ્યમની કોલેજોમાં પ્રવેશ માટે વગદાર લોકોની ભલામણની મદદ લેવાની ફરજ પડી છે. જો કે ઓનલાઈન એડમિશન કાર્યવાહી હોવાથી આ ઉપાય પણ કારગત નીવડ્યો નથી.

ભલામણ
એ.એમ. તિવારીએ માગ્યું હતું સોશિયલ સેકટર અને મળ્યું દંડા પછાડવાનું ખાતું
રા જ્યના 21 આઇએએસ અધિકારીઓની બદલી થતાં છેલ્લા કેટલાક સમયથી સચિવાલયની બહાર ફરજ બજાવતા એ.એમ. તિવારીને ફરી વખત ગૃહ વિભાગના અધિક મુુખ્ય સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. હું પણ સચિવાલયમાં કોઇ મળે તેવી આશા સાથે ફરી રહી હતી. દરમિયાનમાં એક અધિકારી મળી ગયા અને તેમણે બદલીઓની વાત કરી. તેઓ બોલ્યા રજની, બદલીઓમાં તો ભારે ઊથલપાથલ થઇ ગઇ. એ.એમ.તિવારી સાહેબ આમ તો સોશિયલ સેક્ટરના માણસ એટલે તેમણે પણ તેમના સ્વભાવ પ્રમાણે સમાજ કલ્યાણ, શિક્ષણ કે આરોગ્ય વિભાગમાં જવાની ઇચ્છા વ્યકત કરી હતી. પણ, સરકારે તિવારીને સોશિયલ સેક્ટરવાળા ખાતામાં મૂકવાને બદલે દંડા પછાડતા પોલીસવાળાઓના સાહેબ બનાવી દીધા. સરકાર તો આખરે સરકાર છે ને !

ઊથલપાથલ
અન્ય સમાચારો પણ છે...