• Gujarati News
  • National
  • ઈઝરાયેલી બલૂન 5 કિમીની ત્રિજ્યામાં તસવીરો ખેંચશે

ઈઝરાયેલી બલૂન 5 કિમીની ત્રિજ્યામાં તસવીરો ખેંચશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | રથયાત્રામાં નિરીક્ષણ માટે પ્રથમ વખત ઈઝરાયેલથી લવાયેલા હિલિયમ બલૂનનો ઉપયોગ થશે. આ બલૂન સતત 72 કલાક આકાશમાં રહી શકે છે. શનિવારે તેને 1500 ફૂટ ઊંચે ઊડાડાશે. બલૂનમાં નાઈટ વિઝન સહિતના કેમેરા ફીટ કરવામાં આવ્યા છે. આ બલૂન પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં તસવીરો ખેંચશે. પોલીસ અને બીએસએફ જરૂર પડે આ તસવીરોને એનલાર્જ કરી તેનું એનાલિસિસ કરી શકશે. દિલ્હી ચકલાની આરસી ટેકનિકલ ખાતે બલૂનનો ડેમો યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...