• Gujarati News
  • National
  • અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં શનિવારે નિકળનારી 141મી

અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં શનિવારે નિકળનારી 141મી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના દરજ્જાના માનમાં શનિવારે નિકળનારી 141મી રથયાત્રાની થીમ પણ હેરિટેજ રાખવામાં આવી છે. રથયાત્રામાં કવિ દલપતરામની હવેલી, સિદી સૈયદની જાળી, કાલુપુર સ્વામિનારાયણ મંદિર, હઠીસિંહના દેરા, ભદ્રનો કિલ્લો, ઐતિહાસિક એલિસબ્રિજ, ગાંધી આશ્રમ સહિતના હેરિટેજ સ્થળોના ટેબ્લો રાખવામાં આવ્યા છે.

રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થયા એ માટે અમદાવાદ પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. લગભગ 20,225 પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમાં ઉતારવામાં આવ્યા છે. ઇઝરાયેલથી લાવવામાં આવેલા હિલિયમ બલૂન ઉપરાંત 193 કેમેરાથી નજર રખાશે. બીઆરટીએસના 5 રૂટ બંધ રહેશે. જ્યારે ત્રણ રૂટમાં આંશિક ફેરફાર કરાયો છે. એજ રીતે એએમટીએસના 55 રૂટ ડાયવર્ટ કરાયા છે. જ્યારે 24 રૂટ ટૂંકાવાયા છે અને બે રૂટ બંધ કરાશે. રથયાત્રામાં 17 હાથી, 101 ટ્રક જોડાશે. ટ્રકો મોડી પડતી હોવાથી રથયાત્રા પણ મોડી પડતી હોવાનું ધ્યાનમાં રાખી આ વખતે વહેલી આવનારી પ્રથમ 30 ટ્રકને 3 લાખનું ઈનામ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ મગ, કેરી, જાંબુ, દાડમનો પ્રસાદ મોકલ્યો છે.

અન્ય સમાચારો પણ છે...