• Gujarati News
  • National
  • ગુજરાત રાજ્યના નવા ડીજી બનશે શિવાનંદ ઝા

ગુજરાત રાજ્યના નવા ડીજી બનશે શિવાનંદ ઝા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિતેષ બ્રહ્મભટ્ટ | ગુજરાત રાજ્યના ઈનચાર્જ ડીજીપી પ્રમોદકુમાર 28 ફેબ્રુઆરી 2018 ના બુધવારે નિવૃત્ત થઇ રહ્યા છે. તેમની જગ્યાએ ગુજરાત રાજ્યના 37 મા ડીજીપી તરીકે સીનિયર આઈપીએસ અધિકારી શિવાનંદ ઝાનું નામ નક્કી છે.

ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદકુમાર આજે નિવૃત્ત થશે
1983ની બેચના સીનિયર આઈપીએસ અધિકારી શિવાનંદ ઝા ગુજરાત રાજ્યમાં ડીજી કેડર ધરાવે છે અન હાલમાં ગુજરાત આઈબીના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજ્યમાં લાંબા સમયથી રેગ્યુલર ડીજીની નિમણૂક કરવામાં નહીં આવતા ગુજરાત હાઈકોર્ટે રેગ્યુલર ડીજીપીની નિમણૂક કરવા રાજ્ય સરકારને આદેશ કર્યો છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર શિવાનંદ ઝા ને રેગ્યુલર ડીજીપી બનાવવા જઇ રહી છે.

જો કે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સરકારના ટોચના સૂત્રોમાંથી જાણવા મળ્યા અનુસાર ગુજરાત રાજ્યના નવા ડીજીપી તરીકે શિવાનંદ ઝાનું નામ નક્કી જ છે. ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝા અગાઉ લાંબા સમય માટે સુરત અને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને લૉ એન્ડ ઓર્ડર ઉપર તેમની પકડ જબરજસ્ત હોવાનું પોલીસ સૂત્રોનું કહેવું છે.

મહત્વની વાત તો એ છે કે પી.સી.ઠાકુર બાદ છેલ્લા 3 વર્ષથી ગુજરાત રાજ્યમાં રેગ્યુલર ડીજીપીની પોસ્ટિંગ કરવામાં આવી નથી. પરંતુ શિવાનંદ ઝાને ગુજરાત રાજ્યના 37 મા રેગ્યુલર ડીજીપી બનાવવામાં આવનારા હોવાનું જાણવા મળ્યું છે. જેથી ગુજરાતની જનતાને 3 વર્ષ પછી હવે રેગ્યુલર ડીજીપી મળશે.

અન્ય સમાચારો પણ છે...