• Gujarati News
  • National
  • વેજલપુરમાં કોન્સ્ટેબલ રૂ.25 હજારની લાંચ લેતા ઝડપાયો

વેજલપુરમાં કોન્સ્ટેબલ રૂ.25 હજારની લાંચ લેતા ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેજલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સટેબલ અકસ્માત સર્જનાર ઓટોરીક્ષા ડ્રાઈવરને પોલીસમાં હાજર કરાવી હેરાન નહીં કરી જામીન મળી જાય તે માટે મદદ કરવાના બહાને રૂપિયા 25 હજારની લાંચ લેતો એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

અકસ્માત બાદ રિક્ષા ડ્રાઈવર સ્થળ પરથી નાસી ગયો હતો. રીક્ષાના નંબરના આધારે પોલીસે તેનું એડ્રેસ શોધી ડ્રાઈવરને પોલીસ સમક્ષ હાજર થવા જણાવ્યંુ હતું. આ અંગે ડ્રાઈવરના ભાઈએ પોલીસ સ્ટેશનમાં જઈ પોતાના ભાઈને હાજર કરવાની વાત કરી હતી.

આ સમયે વેજલપુર ચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ સોનારાએ ડ્રાઈવરના ભાઈને કહ્યું હતું કે અકસ્માત કરીને ભાગી ગયા હોય તેને સહેલાઈથી જામીન મળશે નહીં અને હેરાનગતિ થશે જો આમ ન કરવું હોય 25 હજાર આપવા પડશે.

આ અંગે ડ્રાઈવરના ભાઈએ લાંચ રૂશવત વિરોઘી બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર બાબતથી વાકેફ કરી ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારે બપોરે 2.48 કલાકે વેજલપુર પોલીસ ચોકીમાં ફરિયાદી પાસેથી લાંચની રકમ માંગી સ્વીકારી રોકડા રૂપિયા 25 હજાર સ્વીકારતા દિનેશ સોનારાને એસીબીના પોલીસ ઈન્સપેકટર સી.કે. પટેલ તથા તેમની ટીમે રંગેહાથ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...