• Gujarati News
  • National
  • સબસિડી ખતમ થયા બાદ હવે હજયાત્રાનું વિમાન ભાડું 15થી 45% સુધી સસ્તું થયું

સબસિડી ખતમ થયા બાદ હવે હજયાત્રાનું વિમાન ભાડું 15થી 45% સુધી સસ્તું થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી | હજયાત્રામાં સરકારી સબસિડી સમાપ્ત કર્યા બાદ સરકારે ભારતીય હજયાત્રીઓ માટે વિમાનભાડામાં ભારે ઘટાડો કર્યો છે. આ ઘટાડો અલગ અલગ સ્થળો માટે 15થી 45 ટકા સુધી કરાયો છે. લઘુમતી કાર્ય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે આ વખતે હજ સરકારી સબસિડી વિના થશે. ઘણા લાંબા સમય બાદ હજયાત્રા માટે હવાઈ ભાડું સૌથી સસ્તું થશે. મંત્રાલયથી પ્રાપ્ત માહિતી મુજબ ડિસેમ્બર 2013માં 2014 માટે જાહેર મુંબઈથી હજયાત્રાનું હવાઈ ભાડું 98,750 હતું જે હવે ઘટીને 57,857 થઈ ગયું છે. અમદાવાદનું ભાડું 98,750થી ઘટીને 2018માં 65,015 કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...