• Gujarati News
  • National
  • સેન્સેક્સ વધ્યા મથાળેથી 265 પોઇન્ટ ગગડ્યો : નિફ્ટી ઇન્ટ્રા ડે 10600 ક્રોસ

સેન્સેક્સ વધ્યા મથાળેથી 265 પોઇન્ટ ગગડ્યો : નિફ્ટી ઇન્ટ્રા-ડે 10600 ક્રોસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંજાબ નેશનલ બેન્કના કૌભાંડનો આંકડો બે અબજ ડોલરની સપાટી ક્રોસ કરી જશે તેવા અહેવાલોની પાછળ તેમજ આઇઆઇપી, ઇન્ફ્લેશનના ડેટાની જાહેરાત પૂર્વે ઇન્ટ્રા-ડે એક તબક્કે નિફ્ટી 10600 પોઇન્ટની સપાટી ક્રોસ થઇ ગયો હતો. પરંતુ આક્રમક વેચવાલી અને ખરડાયેલા સેન્ટિમેન્ટના કારણે તે જાળવી શક્યો નહોતો. સામે સેન્સેક્સ પણ ઇન્ટ્રા-ડે 165 પોઇન્ટ વધ્યો હતો. પરંતુ છેલ્લે 99.36 પોઇન્ટના ઘટાડા સાથે 34346.39 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જે વધ્યા મથાળેથી 265 પોઇન્ટનું ગાબડું દર્શાવે છે. નિફ્ટી છેલ્લે 28.30 પોઇન્ટ ઘટી 10554.30 પોઇન્ટ રહ્યો હતો. ગઇકાલે ઝમકમાં આવેલા રિયાલ્ટી અને મેટલ્સ તેમજ બેન્ક શેર્સમાં આજે બૂમરેંગની સ્થિતિ જોવા મળી હતી. રિયાલ્ટી ઇન્ડેક્સ 2.03 ટકા જ્યારે બેન્કેક્સ 1.43 ટકા ઘટ્યા હતા. સ્મોલ-મિડકેપ સેગ્મેન્ટમાં પણ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અને પ્રોફીટ બુકિંગનો ટ્રેન્ડ હતો. પીએસયુ બેન્કોની એનપીએ વધારો થશે તેવી દહેશત જેવાં સંખ્યાબંધ નકારાત્મક કારણો માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર હાવી છે.FII પણ વિકસીત દેશોમાં બોન્ડ યિલ્ડમાં વધારાના કારણે ઇક્વિટી પોર્ટફોલિયોને ક્રમશ: હળવો કરી રહી છે.

ETF પેસિવ રોકાણ પ્રોડક્ટ્સઃ AUM 78,000 કરોડ
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ જેવી પેસિવ ઇનવેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સને દર વર્ષે એસેટ અન્ડર મેનેજમેનટ (એયુએમ) તરફથી સારું ભંડોળ મળી રહ્યું છે. ભારતમાં 31મી ડિસેમ્બર, 2017 સુધીમાં એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સની કુલ એયુએમ છેલ્લાં ચાર વર્ષથી 76.6 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાધી રહ્યાં હોવાનું એસએન્ડપી બીએસઇ ઇન્ડાઇસિસના બિઝનેસ હેડ કોયલ ઘોષે જણાવ્યું હતુ. તેમણે જણાવ્યું કે, વર્ષ 2017માં ઇન્ડસ્ટ્રીમાં ચાર નવી પ્રોડક્ટ્સ લોન્ચ થઇ હતી, જેમાં ભારત 22 ઇટીએફનો સમાવેશ થાય છે, જે એસએન્ડપી બીએસઇ ભારત 22 ઇન્ડેક્સ ટ્રેક કરે છે.