• Gujarati News
  • National
  • રાજેન્દ્ર પાર્ક જંક્શન પર સ્પ્લિટ ઓવરબ્રિજ બનશે

રાજેન્દ્ર પાર્ક જંક્શન પર સ્પ્લિટ ઓવરબ્રિજ બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પૂર્વ ઝોનમાં નારોલ- નરોડા બીઆરટીએસ રોડ પર રાજેન્દ્ર પાર્ક જંક્શન ખાતે રૂ. 74 કરોડથી વધુના ખર્ચે સ્પ્લીટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ હેતુસર રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાશે. આ જંક્શન પર સ્પ્લીટ ઓવરબ્રીજ બનાવવા માટે નક્કી કરાયેલા અંદાજ કરતાં કોન્ટ્રાક્ટરના 23 ટકા વધુ ભાવના ટેન્ડર મંજૂર કરવામાં આવશે. નારોલ- નરોડા જનમાર્ગ રૂટ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા ફ્લાય ઓવર બનાવવા માટે ગત વર્ષના બજેટમાં જાહેર કરાયું હતુું. પરંતુ અગમ્ય કારણોસર રાજેન્દ્ર પાર્ક જંક્શન ખાતે ફ્લાય ઓવર બનાવવાનું હવે એક વર્ષ પછી નક્કી કરાશે. આ હેતુસર કોન્ટ્રાક્ટર શ્રી પટેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લિ.ને કામગીરી સોંપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...