• Gujarati News
  • National
  • માંગ| યુનિ.ની સેમ.6ની પૂરક પરીક્ષાના પરિણામ જાહેર કરો

માંગ| યુનિ.ની સેમ.6ની પૂરક પરીક્ષાના પરિણામ જાહેર કરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ, કોમર્સ, આર્ટ્સ,લૉ, એજ્યુકેશન સહિતની વિવિધ વિદ્યાશાખાની સેમેસ્ટર-6ની પૂરક પરીક્ષાઓના પરિણામોની જાહેરાત કરવાની માંગણી એબીવીપીએ કરી છે. એબીવીપીએ ગુજરાત યુનિવર્સિટીમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સેમેસ્ટર-6ની વિવિધ પરીક્ષાઓ પૂરી થયાને ઘણા મહિનાઅો થયા હોવા છતાં હજી સુધી પરિણામોની જાહેરાત કરાઈ નથી. જેના કારણે વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયા છે, તેથી સત્વરે સેમેસ્ટર-6ની પૂરક પરીક્ષાના પરિણામોની જાહેરાત કરવાની અમારી માંંગણી છે.

અન્ય સમાચારો પણ છે...