તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાવન લીંમ્બાચીયા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન યોજાયો

બાવન લીંમ્બાચીયા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાતાલુકાના સરોડા-ચંડીસર રોડ ઉપર આવેલા માંના સાનિધ્યમાં વીસમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વીસમાં સમુહ લગ્ન મહોત્સવ નિમિત્તે સંત લાલજી મહારાજ (સાયલાવાળા) નવદંપતિઓને આશીર્વચન આપ્યું હતું. તેમજ માન. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા. મુખ્ય મહેમાન કાનભાઈ.એફ. ગોહીલ ( માજી ચેરમેન એ.પી.એમ.સી, બાવળા), કુશળસિંહ. બી પઢેરીયા (દંડક એ.જિ.પ, અમદાવાદ) કાંતિભાઈ લકુમ (ધારાસભ્ય, બાવળા મત વિસ્તાર), રાજેન્દ્રસિંહ સીસોદીયા (ડેલીકેટ, ચંડીસર), બકુલભાઈ પારેખ (અધ્યક્ષ વડોદરા જિ.ભા.જ.પા. બક્ષીપંચ મોરચો) વગેરે હાજર રહી. સમુહલગ્નને યાદગાર બનાવ્યો હતો. સૌ મહેમાનોએ નવદંપતિઓને આશિર્વાદ અને ભવિષ્ય અંગેની સારી શુભકામનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...