તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેન્સેક્સને સર્વેએ આપ્યો 178નો સુધારો

સેન્સેક્સને સર્વેએ આપ્યો 178નો સુધારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇકોનોમિકસર્વેએ બજેટમાં કંઇક સારું આવવાના સંકેત સાથે સેન્સેક્સને 178 પોઇન્ટના આશાવાદનો કામચલાઉ ડોઝ આપ્યો છે. જોકે, તા. 29 ફેબ્રુઆરીને સોમવારે રજૂ થનારા અંદાજપત્ર સામે સમગ્ર માર્કેટ મીટ માંડીને બેઠું છે. તેના કારણે અંડરટોન હજી પણ સાવચેતીથી નકારાત્મક રહ્યો છે.

છતાં બેન્કિંગ, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ, મેટલ્સ, એફએમસીજી સેક્ટરમાં વેલ્યૂબાઇંગના કારણે સુધારાની ચાલ જોવા મળી હતી. જેના કારણે બીએસઇ સેન્સેક્સ 23000ની સપાટી ક્રોસ કરી 23145.30 પોઇન્ટ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પેકની 30 પૈકી 19 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે કુલ ટ્રેડેડ 2653 પૈકી 1443 સ્ક્રીપ્સ નેગેટિવ બંધ રહી હતી. જે દર્શાવે છે કે માર્કેટબ્રેડ્થ નકારાત્મક રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સંપુર્ણપણે સાવચેતી તથા નકારાત્મક રહ્યું છે. વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 695.37 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 784.14 કરોડની નેટ વેચવાલી રહી હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે. આજના સુધારાને વૈશ્વિક શેરબજારોમાં પણ સાર્વત્રિક સુધારાની ચાલ રહી હોવાથી ટેકો મળ્યો હતો. એશિયા અને યુરોપના તમામ બજારોમાં સાધારણ સુધારો નોંધાયો હતો. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ 555 પોઇન્ટ અને નિફ્ટી 181 પોઇન્ટ ઘટ્યા છે.

ફોરેક્સ માર્કેટમાં ડોલરમાં મન્થ એન્ડ ડિમાન્ડ છતાં આરબીઆઇ અને બેન્કોની મધ્યસ્થીના કારણે રૂપિયામાં 10 પૈસાનો સુધારો રહ્યો હતો. ડોલર 68.63ની સપાટીએ રહ્યો હતો. અન્ય કરન્સી સામે પણ રૂપિયામાં સાધારણ સુધારો રહ્યો હતો.

રેલશેર્સમાં સતત બીજા દિવસે ટ્રેક ડાઉન

રેલશેર્સમાં સતત બીજા દિવસે પણ ઘટાડાની ચાલ જોવા મળી હતી. જેમાં 19 ટકા સુધી કડાકા જોવાયા હતા. ટીટાગઢ વેગન્સ 19 ટકા, ટેક્સમેકો રેલ 17.4 ટકા, કાલિન્દી રેલ 17.15 ટકા, સ્ટોન ઇન્ડિયા 9 ટકા, કેરનેક્સ માઇક્રો 5 ટકા અને હિન્દ રેક્ટી. એક ટકો તૂટ્યા હતા.

નિફ્ટીએ 7240 પહોંચવા 7090 પોઇન્ટની સપાટી વટાવવી ટેકનિકલી જરૂરી

} યુબીસ્પીરીટ| યુનાઇટેડસ્પીરિટમાંથી વિજય માલ્યાની એક્ઝિટ બાદ કંપનીના શેરમાં 2.5 ટકાના સુધારા સાથે ભાવ રૂ. 2729.85 બંધ રહ્યો હતો. તે પૂર્વે શેર 6.4 ટકા વધી રૂ. 2835.30 બંધ રહ્યો હતો.નોંધનીય છે કે યુનાઇટેડ સ્પિરિટ્સમાંથી વિજ્ય માલ્યાએ રાજીનામુ આપ્યું છે અને તેઓ બ્રિટન સ્થળાંતરિત થવાના છે.

} ક્વીકહીલ ટેકનો:| શેરદીઠરૂ. 321ની શેરદીઠ ઇશ્યૂ પ્રાઇસ સામે ઘટીને સાવ રૂ. 196.10ની સપાટીએ બંધ રહ્યો હોવાથી આઇપીઓમાં રૂપિયા ભરનારા રોકાણકારો ભરાયાની લાગણી અનુભવી રહ્યા છે. કારણકે શેરદીઠ 125 ખોટ ખમી રહ્યા છે.ક્વિક હિલના ઇસ્યુથી રોકાણકારો હવે તેના નાણા ગુમાવી રહ્યા હોય તેવો તેઓને અનુભવ થઇ રહ્યો છે.

} યુનિયનબેન્ક| ત્રણકંપનીઓએ બેન્કમાંથી રૂ. 800 કરોડ પાછા ખેંચી લીધા હોવાના અહેવાલો પાછળ શેર આજે 4.27 ટકા તૂટી રૂ. 108.65 બંધ રહ્યો હતો.

માલ્યાની એક્ઝિટથી USLમાં સુધારો

અન્ય સમાચારો પણ છે...