તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વૈશ્વિક બજાર પાછળ ખાદ્યતેલોમાં તેજી ખાંડમાં નબળા ઉત્પાદને મજબૂત સ્થિતી

વૈશ્વિક બજાર પાછળ ખાદ્યતેલોમાં તેજી ખાંડમાં નબળા ઉત્પાદને મજબૂત સ્થિતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર . અમદાવાદ

વૈશ્વિકબજારોમાં ખાદ્યતેલોના ભાવ મજબૂત રહેતા સ્થાનિકમાં પણ ભાવ સપાટી સુધારા તરફી વલણ દર્શાવી રહી છે. પામતેલમાં મજબૂત સ્થિતી રહી છે. જોકે, સ્થાનિકમાં રવી તેલીબિયા પાકોની આવકોમાં વધારો થઇ રહ્યો છે બીજી તરફ ખાદ્યતેલોમાં ઘરાકીનો અભાવ રહ્યો હોવાથી ધારણા મુજબની તેજી આવે તેમ નથી. હાલ ઝડપી સિંગતેલમાં રૂા.1700નું લેવલ ક્રોસ કરે તેવી શક્યતાઓ બજારનો અમુક વર્ગ નકારી રહ્યો છે. મગફળી ઉપરાંત રાયડા, એરંડાના ઉત્પાદનમાં વધારો થવાના અહેવાલો છે જેના કારણે દેશમાં ખાદ્યતેલોની આયાતમાં ઘટાડો આવે તો પણ બજારને પુરતો તેજીનો લાભ મળે તેવી શક્યતાઓ નહિંવત્ છે. અન્ય એગ્રી કોમોડિટીમાં વેપારો સામાન્ય હોવાથી બજાર ભાવ સાંકડી રેન્જમાં અથડાઇ રહ્યાં છે. એરંડાનું ઉત્પાદન 14 લાખ ટન આસપાસ રહેશે તેવા અહેવાલ અને નવા માલોની આ‌વકોનું પ્રેશર વધી રહ્યું હોવાના કારણે ભાવ સપાટી રૂા.570-600ની રેન્જમાં સતત અથડાયા કરે છે.

સિંગતેલ-કપાસિયામાંમજબૂતસ્થિતી સિંગતેલમાંમજબૂતી છે. રાજકોટ લુઝમાં 8-9 ટેન્કરના કામો હતા જેમાં રૂા.920-935, તેલિયા 1410-1430 હતા.

ક્રૂડ ઉત્પાદન કાપ મુદ્દે ઓપેક-અન્ય દેશોની માર્ચમાં બેઠક

ક્રૂડતેલનાઉત્પાદન કાપ મુદ્દે ઓપેક તેમજ અન્ય દેશો વચ્ચે માર્ચ મહિનામાં બેઠક મળશે તેવા સંકેતો મળી રહ્યાં છે. મળનારી બેઠકમાં ઉત્પાદન કાપ પર નિર્ણય લેવામાં આવશે તેવા અહેવાલે ક્રૂડમાં ફરી તેજી જોવા મળી છે. આજે વધુ બે ટકા સુધીનો ઉછાળો આવીને બ્રેન્ટ ક્રૂડ 36 ડોલરની સપાટી ક્રોસ કરી ચૂક્યું છે. ઓપેક દેશો સાઉદી અરેબિયા, કતાર અને વેનેઝુએલા માર્ચમાં ઉત્પાદનમાં કાપ કરવા મુદ્દે અન્ય દેશો સાથે બેઠક યોજવાની વિચારણા કરી રહ્યું છે. જોકે, ઇરાન દ્વારા ઉત્પાદનમાં કાપ નહિં મુકે તેવા સંકેતો દર્શાવે છે. ઇરાન દૈનિક ધોરણે 10 લાખ બેરલ નિકાસ કરવાનો લક્ષ્યાંક મુકી રહ્યું છે. અગાઉના 30 લાખ બેરલ નિકાસ કરતું હતું, સ્તરે લઇ જવા ઉત્પાદનમાં હજુ વધારો કરવો પડે તેવી સ્થિતી છે.

એરંડામાં નવા માલોની આવકોના પ્રેશરથી હાજરમાં નરમ વલણ

બીજિંગના તાંગઝોઉ ખાતેની તસવીર.એક તરફ ચીનમાં સતત મંદી પ્રવર્તી છે ત્યારે બીજી તરફ વિરોધાભાસ જોવા મળતા ત્યાંના હાઉસિંગ માર્કેટમાં તેજી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.જેના પુરાવા તરીકે ચીનમાં પ્રોપર્ટીની કિંમતમાં સતત ચોથા માસે ઊછાળો જોવા મળ્યો છે.ચીનના મોટા શહેરોમા ખાસ કરીને પ્રોપર્ટી સેગમેન્ટ તેજી સાથે આગળ વધી રહ્યું છે. - રોઇટર્સ

ચીનમાં મંદી છતા હાઉસિંગ માર્કેટમાં તેજી : પ્રોપર્ટીની કિંમતમાં ચોથા માસે ઊછાળો

અન્ય સમાચારો પણ છે...