તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાતાં નોરતામાં જ વરસાદની શક્યતા

અરબી સમુદ્રમાં ડીપ્રેશન સર્જાતાં નોરતામાં જ વરસાદની શક્યતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અરબી સમુદ્રનાં દક્ષિણ-પૂર્વની સાથે પૂર્વ- મધ્ય વિસ્તારમાં સર્જાયેલાં ડીપ્રેશનથી ત્રણ દિવસ બાદ રાજ્યમાં 11થી 12 ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બે દિવસ બાદ રાજ્યમાં વાદળિયું વાતાવરણ સર્જાતા ગરમીનો પારો ઘટી શકે છે.

શહેરમાં ગરમીમાં નજીવો ઘટાડો, ભુજમાં પારો 42.4 ડિગ્રી
રવિવારે રાજ્યનાં 8 શહેરોમાં ગરમીનો પારો 39 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. રાજ્યમાં 42.4 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું હતું. છતાં શહેરમાં દિવસ દરમિયાન ગરમી-બફારાથી લોકો પરેશાન થઇ ઉઠ્યા હતા. બે દિવસ બાદ અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમી ઘટી શકે છે.

ત્રણ દિવસ બાદ વરસાદની શક્યતા-
અરબી સમુદ્રનાં દક્ષિણ-પૂર્વની સાથે પૂર્વ- મધ્ય વિસ્તારમાં ડીપ્રેશન સર્જાયું છે, જે 14 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધશે. તેમજ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રીય થયું છે, જે 24 કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.

અન્ય સમાચારો પણ છે...