તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘બાળકોને ચુપ ન કરાવો તેમને શાંત મ‌નથી સાંભળવાનું રાખો’

‘બાળકોને ચુપ ન કરાવો તેમને શાંત મ‌નથી સાંભળવાનું રાખો’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફર્સ્ટ મોમ ક્લબના અમદાવાદ ચેપ્ટર દ્વારા યંગ મોમ્સ માટે ‘ચાઇલ્ડ બિહેવિયર એન્ડ યુ’ પર ટૉક શૉનું આયોજન થયું. જેમાં સાયકોલોજીસ્ટ ઈતિ શુક્લાએ યુવા મોમ્સને ‘સ્માર્ટ પેરેન્ટિંગ’ વિશે માહિતગાર કર્યા. આ ટૉકમાં 15 જેટલી મોમ્સ હાજર રહી અને સ્માર્ટ મોમ્સ બનવાની ટિપ્સ પણ લીધી હતી. આ ઉપરાંત પેરેન્ટસને બાળકો સાથે કઈ રીતે ટાઈમ સ્પેન્ડ કરવો અને જીદ કરે તો કઈ રીતે સમજાવું તે વિશે પણ સાયકોલોજીસ્ટ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ટૉકનું આયોજન અમદાવાદ ચેપ્ટરનાં અરિત્રા રાજ, કાવેરી પુરન્દર, કવિતા શર્મા ખાનડેડિયા, કામયા સ્વામી અને મેઘા અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્કિંગ પેરેન્ટ્સે પોતાના બાળકો સાથે પૂરતો સમય પસાર કરવો જોઇએ
ઈતિ શુક્લા, સાયકોલોજીસ્ટ

 આ ટૉકમાં પેરેન્ટ્સને બાળકો પ્રત્યે કેવું વર્તન દાખવવું જોઇએ તે વાત સમજાવવામાં આવી હતી. કેટલાક પેરેન્ટ્સ બાળકોની વાત સાંભળ્યા વગર તેમના પર ગુસ્સો કરતા હોય છે અને તેમને ચુપ કરાવી દેતા હોય છે. જેનાથી બાળકો ઘણી વાતો છુપાવતા થઈ જાય છે. બાળકોને શાંત મને સાંભળવા જરૂરી છે. ટેક્નોલોજીને કારણે પેરેન્ટ્સ ઘરે આવ્યા બાદ પણ ફોન-ઓફિસના કામમાં વ્યસ્ત રહેતા હોય છે, જેનાથી બાળકોને પૂરતો સમય મળતો નથી. બાળકો સાથે પૂરતો સમય પસાર કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...