તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad અમદાવાદમાં પરપ્રાંતિય લોકો પર હુમલાની 7 ઘટના : 100ની ધરપકડ, 70 સામે ફરિયાદ

અમદાવાદમાં પરપ્રાંતિય લોકો પર હુમલાની 7 ઘટના : 100ની ધરપકડ, 70 સામે ફરિયાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોલા, રિવરફ્રન્ટ, ઓઢવ, ઘાટલોડિયા, વેજલપુરમાં હુમલા
ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

સાબરકાંઠાના ઢુંઢર ગામમાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને પગલે સોલા, રિવરફ્રન્ટ, ઓઢવ, સરદારનગર, ઘાટલોડિયા, વેજલપુર વિસ્તારમાં પરપ્રાંતિય લોકો ઉપર હુમલાની ઘટનાઓ બની છે. જ્યારે આ ઘટના બાબતે સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ - મેસેજ વહેતી કરવા બદલ 70 લોકો સામે ક્રાઈમ બ્રાંચના સાઈબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આમ રાજ્યભરમાં પરપ્રાંતિય લોકો ઉપર થયેલા હુમલા બાબતે નોંધાયેલા 42 ગુનાઓમાં અમદાવાદમાં 7 ગુના નોંધાયા છે. જેમાં પોલીસે 100 માણસોની ધરપકડ કરી છે.

અમદાવાદના જે પણ વિસ્તારોમાં પરપ્રાંતિય લોકોની વસાહતો આવેલી છે તે તમામ જગ્યાએ પોલીસે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. તેમજ મોટી સંખ્યામાં પરપ્રંાતિય રહેતા હોય અથવા તો કામ કરતા હોય ત્યાં પોલીસના નાકાબંધી પોઈન્ટ મૂકાયા છે. ઈન્ચાર્જ પોલીસ કમિશનર જે.કે. ભટ્ટે તમામ પોલીસ કર્મચારીઓની રજા રદ કરી છે અને દરેક અધિકારીને રાત્રે 1 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સૂચના આપી છે.

પરપ્રાંતિઓની વસાહતોમાં પોલીસ ખાસ પેટ્રોલિંગ શરૂ કર્યું
વડોદરા-હાલોલની 6 કંપનીમાં ટોળાએ હુમલો કરી પરપ્રાંતિઓને ફટકાર્યા
મેઘાણીનગરમાં રેલી યોજી ઉત્તર ભારતીયોએ બળાત્કારની ઘટનાને વખોડી હતી.

વડોદરા| જરોદની બે ખાનગી કંપનીમાં રવિવારે બપોરે તલવાર અને પાઈપો વડે હુમલો કરતા 10 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. શનિવારે રાત્રે પણ હાલોલની ચાર કંપનીમાં લાકડીઓ લઈને ટોળું ધસી આવ્યું હતું. સોમા તળાવ બ્રિજ પાસે સ્થાનિક અને પરપ્રાંતિઓ વચ્ચે ઘર્ષણ થયું હતુ.

તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ
મહેસાણા | પાણીપુરીનો ધંધો કરતા અને મૂ‌ળ મધ્યપ્રદેશના સુદામા ફોજીલાલના ઘરે તેમજ કપાલીનગરમાં રહેતા યુપીના લોકોના ઘરે પહોંચેલા રામોસણાના અમરતજી ઠાકોર સહિતના છ સામે પોલીસ ફરિયાદ, મહેસાણા છઠિયારડાની ડેરીમાં 40 થી 50 લોકોનું ટોળાંએ હુમલો કર્યો હતો. ટોળાંએ બે દિવસમાં પરપ્રાંતિયો નીકળી જાય નહીં તો પાછા આવીશું તેવી ધમકી આપી હતી.

આંબલિયાસણ | સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક મેસેજે ફેલાવનારા આંબલિયાસણના ચાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી.

કડીમાં સુજાતપુરાના ઓમ બંગ્લોઝમાં વિક્રાંત સત્યેન્દ્રસિંહનું ઘર ખાલી કરાવવા ગયેલા ચાર વ્યકિતની ધરપકડ કરી હતી.

સાબરકાંઠા | 1500 પરપ્રાંતિયો વતન જતા રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. અત્યારસુધીમાં 600થી વધુ સામે ફરિયાદ થઈ છે જેમાં 125ની અટકાયત કરાઈ છે.

હિંમતપુર | ખાનગી કંપનીમાં હુમલાની ઘટનામાં કુલ 27 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉવારસદ | પરપ્રાંતિઓને ધમકાવનાર જિ. પં. સદસ્ય સહિત 5 સામે ફરીયાદ, 24 કલાકમાં ગામ છોડી જવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...