તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad લાલ દરવાજામાં શ્રાદ્ધમાં રોજનું 100 લિટર દૂધ ખીરનું વિતરણ

લાલ દરવાજામાં શ્રાદ્ધમાં રોજનું 100 લિટર દૂધ-ખીરનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક રૂપ એવા લાલ દરવાજા સાંઈધામ મંદિર ખાતે શ્રાદ્ધપક્ષ નિમિત્તે 16 દિવસ સુધી 100 લિટર દૂધના ખીરનું વિતરણ કરવામાં આવે છે, તેમજ દર ગુરુવારે 17 મણ ખીચડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. જેમાં મંદિરના ગાદી પતિ ઇકબાલ સાંઈના જણાવ્યા અનુસાર આ સાંઈરામ મંદિર હિન્દુ -મુસ્લિમ એકતાનું ભવ્ય પ્રતીક છે. અને આને મંદિરમાં 1008 કિલોની સાંઈબાબા મૂર્તિ બનાવામાં આવી છે.આ મંદિરમાં શ્રાદ્ધપક્ષ નિમિત્તે 16 દિવસ સુધી ખીર અને દૂધપાકનું પ્રસાદી તરીકે વિતરણ કરવામાં આવે છે. જેમાં રોજના 100 લિટર દૂધ અને આશરે 2 હજારથી વધુ ભાવિ ભક્તો પ્રસાદનો લાભ લે છે.

અન્ય સમાચારો પણ છે...