તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યક્તિ નહિ સંસ્થા : રસિકલાલ પરીખ (1897 1982)

વ્યક્તિ નહિ સંસ્થા : રસિકલાલ પરીખ (1897-1982)

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે ત્રણ મોટા ગજાના સાહિત્યકારો-સંશોધકો-લિયો ટોલ્સટોય, ફિરાક ગોરખપુરી અને જીવંત સંસ્થા સમા રસિકલાલ છોટાલાલ પરીખનો જન્મદિવસ છે. રસિકભાઈનો જન્મ અમદાવાદ પાસે સાદરામાં થયેલો, પણ તેમનું વતન પેથાપુર હતું. સાદરા, અમદાવાદ અને પુનાની ફર્ગ્યુસન કોલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સ્નાતકની પદવી તેઓએ પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર સાથે પાસ કરી હતી. તેમના જીવન પર મહાદેવ ગોવિંદ રાનડેનો ઊંડો પ્રભાવ હતો. સ્વતંત્રતા આંદોલનના કારણે અનુસ્નાતકનો અભ્યાસ ન કરી શકતા ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા. રસિકલાલ પરીખે કાવ્યાનુશાસન, કાવ્યપ્રકાશ, ગુજરાતની રાજધાનીઓ, ઈતિહાસ: સ્વરૂપ અને પદ્ધતિ, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, સરસ્વતીચંદ્રનો મહિમા -તેની પાત્રસૃષ્ટિમાં--વગેરે જેવા અનુવાદ, નાટક, કાવ્ય, વિવેચન અને સંપાદનના પુસ્તકો આપ્યા છે. તેઓનું દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર, રણજીતરામ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ, ગુજરાત ઈતિહાસ પરિષદના પ્રમુખ અને ગુજરાત યુનિ.ના ડીન-એમ અનેક રીતે સન્માન થયું છે. પોતાના સંશોધનોના બળે જ જીવંત સંસ્થા જેવા બનેલા રસિકલાલ પરીખનું 1 નવે.1982 ના રોજ અવસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...