• Gujarati News
  • National
  • મનરેગામાં મટીરિયલની 40 ટકા રકમ ચૂકવવામાં પણ સરકારનાં ગલ્લાંતલ્લાં

મનરેગામાં મટીરિયલની 40 ટકા રકમ ચૂકવવામાં પણ સરકારનાં ગલ્લાંતલ્લાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રનીતત્કાલીન યુપીએ સરકારે ગામડાઓમાં લોકોને રોજગારી મળે તેવા હેતુથી તળાવ, રોડ સહિતની સુવિધાઓ ઊભી કરવા માટે અમલમાં મૂકેલી મનરેગા યોજના અંતર્ગત અમદાવાદ જિલ્લાના સરંપચોને લેવાના નીકળતા રૂપિયા પાંચ કરોડ ચૂકવવામાં સરકાર ગલ્લાંતલ્લાં કરી રહી છે.

રાજ્યની તત્કાલીન મોદી સરકારે મનરેગા યોજનાનો ભારે ઉત્સાહપૂર્વક અમલ કરી પ્રત્યેક જિલ્લાના સરંપચોને 60/40ના રેશિયા પ્રમાણે ઇન્ફાસ્ટ્રક્ચર ઊભું કરવા હાકલ કરી હતી. અમદાવાદ જિલ્લાના 450થી વધુ સરપંચ આમાં જોડાયા હતા. 60 ટકા પ્રમાણે લેબર કામના નાણાંની ચુકવણી થઇ ગઇ હતી. જ્યારે મટીરિયલની 40 ટકા રકમ હજી પણ ચૂકવાઇ નથી. જિલ્લાના 450 પૈકી મોટાભાગના સરપંચો રકમ મેળવવા હવે જિલ્લા પંચાયતની કચેરીમાં ધક્કા ખાઇ રહ્યા છે, છતાં દોઢ વર્ષથી તેમની વાત કોઈ સાંભળતું નથી.

^યુપીએ સરકારે મનરેગા યોજના અમલમાં મૂક્યા બાદ સમયાંતરે ગુજરાત સરકારને નાણાં ચૂકવી દીધા હતા. રકમની કામ પ્રમાણે ચુકવણી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. સરકાર હવે બહાનાબાજી કરી રહી છે. જેથી રોષે ભરાયેલા સરપંચો કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર ઉતરશે. > મનુજીઠાકોર, વિપક્ષનેતા, જિલ્લા પંચાયત

કલેક્ટર કચેરી ખાતે સરપંચો ઉપવાસ પર ઉતરશે

માટીકામ કરશે તો બાકી 40 ટકા રકમ ચૂકવાશે

^અમદાવાદજિલ્લાના ગામોમાં સરપંચોએ મનરેગા યોજનામાં 60/40ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. રોડ-બાંધકામના કેટલાક કામોમાં માટીકામ ઓછું થતું હોવાથી કામો કરી બાકીની સહાય મેળવવા સરપંચોને તાકીદ કરાઇ છે. માટીકામ કરાવનાર સરપંચોને બાકી 40 ટકાની સહાય ચૂકવાશે. > પ્રકાશસોલંકી, ડાયરેક્ટર,મનરેગા યોજના

અન્ય સમાચારો પણ છે...