પીટીઆઇ | નવી દિલ્હી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઇ | નવી દિલ્હી

સરકારદ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કિમને ધ્યાનમાં રાખીને નેશનલ કોમોડિટી એન્ડ ડેરીવેટીવ્ઝ એક્સચેન્જ (NCDEX) ગોલ્ડ નાઉ વાયદો શરૂ કર્યો છે. વાયદો એક કિલો અને 100 ગ્રામમાં ઉપલબ્ધ છે. કોન્ટ્રાક્ટ દ્વારા ઘરોમાં પડેલા સોનું બહાર આવશે. કોન્ટ્રાક્ટની ડિલીવરી માટે 6 સેન્ટરોની પસંદગી કરવામાં આવી છે જેમાં અમદાવાદ, મુંબઇ, દિલ્હી, કોચી, હૈદરાબાદ તેમજ ચૈન્નઇ પસંદ કરાયા છે. ભારતીય ઘરો, મંદીરોમાં તેમજ ટ્રસ્ટો પાસે ઓછામાં ઓછું 20000 ટન સોનાનો જથ્થો બાકી રહેલો છે. આમ છતાં દેશમાં વાર્ષિક 900-1000 ટન સોનું આયાત થઇ રહ્યું છે. જો ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કિમ સફળ થશે તો દેશમાં સોનાની આયાત ઘટી જશે. તેમજ વણવપરાયેલ સોનાનો ઉપયોગ થઇ શકશે. ગોલ્ડનાઉ વાયદાના પ્લેટફોર્મ પર વેપારીઓએ એક્સચેન્જ દ્વારા માન્યતા પ્રાપ્ત રિફાનરી સેન્ટરો પર રિસાયકલ કરેલું સોનું સોંપવું પડશે અત્યારે 17 રિફાઇનરી સેન્ટરોની પસંદગી કરવામાં આવી છે. સરકારે બેંકોમાં સોનું જમા કરાવ્યા પર કરમૂક્ત વ્યાજદર સાથેની સ્કીમનો પ્રસ્તાવ છે. બેંકો માટે ટાર્ગેટ ગ્રુપ હાઉસહોલ્ડ અથવા રોકાણ તરીકે સંસ્થાઓ છે પણ તેનું સોનાની માંગમાં માત્ર તૃત્યાંશ જેટલો હિસ્સો છે. ઉપરાંત સંદર્ભે એક્સચેન્જો ફ્યુચર કોન્ટ્રાક્ટ પણ ઉપલબ્ધ બનશે.

NCDEX ગોલ્ડ સ્કિમને લઇ ગોલ્ડ નાઉ વાયદો શરૂ કર્યો

અન્ય સમાચારો પણ છે...