તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કહેલી સાંભળેલી વાતો તમને જણાવશે આ રજની...

કહેલી-સાંભળેલી વાતો તમને જણાવશે આ રજની...

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કહેલી-સાંભળેલી વાતો તમને જણાવશે આ રજની...
મ્યુનિ. કોર્પોરેશનની દબાણની કામગીરીને લીધે પલળવું પડશે!
શુક્રવારે શહેરમાં ધોધમાર વરસાદ પડતાં દાળવડાં ખાવા ગઈ. દાળ‌વડાં લેવા લાઈનમાં ઊભી હતી ત્યાં એક દંપતી વાત કરી રહ્યું હતું કે, કોર્પોરેશનની દબાણની કામગીરીને કારણે હવે પલળવું પડશે. આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. જેથી મેં તેમને પૂછ્યું કેમ આમ કહો છો? તો તેમણે કહ્યું, બેન! પહેલા તો રેઇનકોટ વગર નીકળ્યા હોઈએ અને વરસાદ પડે ત્યારે દુકાન કે ગલ્લાનાં શેડ નીચે ઊભા રહી જતા અને પલળવાથી બચી જતાં હતા. પરંતુ, કોર્પોરેશને દબાણની કામગીરી ચાલુ કરી છે તેમાં દુકાનો આગળ બનાવેલાં શેડ પણ હટાવી લીધા છે. જેથી વરસાદથી બચવા ઊભા રહેવાની જગ્યા ન હોવાથી પલળ્યા સિવાય છૂટકો નથી.

તકલીફ
અમદાવાદીઓનાં નસીબમાં એનું એ જ ‘ખાડો ખોદે કોઈ અને તેમાં પડે કોઈ’
અ મદાવાદમાં વરસાદ પડ્યો નથી કે ભૂવા પડવાનું શરૂ થઈ જાય છે. ગોમતીનગરમાં ભૂવો પડતા હું ત્યાંની સ્થિતિ જોવા ગઈ તો બે મિત્રો વાતો કરી રહ્યા હતા. એક જણાએ કહ્યું, દોસ્ત અમદાવાદમાં તો ‘ખાડો ખોદે તે પડે’ તે કહેવત બદલીને નવી ‘ખાડો ખોદે કોઈ અને પડે કોઈ’ તેવી કહેવત રાખવી જોઈએ. બીજા મિત્રે પણ લાગણી વ્યક્ત કરતા કહ્યું, શહેરમાં પડતા ભૂવાને કારણે રસ્તે જઈ રહેલી મોટરકાર કે ટૂ-વ્હીલર ક્યારે ભૂવામાં- ખાડામાં ખાબકે તે કહી શકાય નહીં. શુક્રવારે ધોધમાર વરસાદને કારણે અડધો ડઝન ભૂવા પડ્યા અને શનિવારે પણ ભૂવા પડ્યા છે. આગામી દિવસોમાં પણ ભૂવા પડશે તેવી શક્યતા નકારી શકાય નહીં. મ્યુનિ. અધિકારીઓના કથિત ભ્રષ્ટાચારને કારણે દર વર્ષે ચોમાસામાં ભૂવા પડે જ છે અને આ સ્થિતિ ક્યારેય નહીં સુધરે.

ભ્રષ્ટાચાર
ભાજપના અગ્રણીઓનો પ્રવાહ જોઈ કોંગ્રેસના સભ્યો કિનારે બેઠા છે
અ મદાવાદ જિ. પંચાયતમાં કોંગ્રેસના સાત સભ્યો ભાજપમાં જોડાઇ ગયા બાદ સત્તા પરિવર્તન થયું હતું. જોકે સાત સભ્યોને વિવિધ સમિતીઓમાં સ્થાન પણ મળ્યું છે. પરંતુ સમિતીઓમાં સ્થાન નહીં મેળવી શકનાર ભાજપના સભ્યોમાં નારાજગીનું વાતાવરણ છે. ભાજપના અગ્રણીઓના પ્રવાહને જોઇ કોંગ્રેસના સભ્ય સાવધાની રાખી રહ્યા છે. સત્તા મળી હોવા છતાં સભ્યો છેવાડે રહેવામાં મુનાસીબ સમજે છે. ભાજપમાં સામેલ થઇ ગયા છે, પરંતુ રંગમાં ભળી ગયા બાદ પરિણામ કેવાં આવશે તે પ્રશ્ન મૂંઝવણભર્યો છે. જેથી હાલ સભ્યો કિનારે બેસી રાહ જોઇ રહ્યા છે.

સાવધાન
અન્ય સમાચારો પણ છે...