સોનોગ્રાફી માટે ફરજિયાત પરીક્ષાના કેન્દ્રના પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો
વર્ષોથીસોનોગ્રાફીનું કામ કરતા એમબીબીએસ તબીબોને ફરજિયાતપણે પરીક્ષા પાસ કરવાના અને મહિનાની તાલીમની ફરજ પાડતા કેન્દ્રના પરિપત્રને હાઇકોર્ટમાં પડકારાયો છે. હાઇકોર્ટે પરિપત્રને આધારે પરીક્ષા નહીં આપનાર કે નાપાસ થનાર સામે કોઇ પગલા નહીં લેવા આદેશ આપી વધુ સુનાવણી 4થી જુલાઇ પર રાખી છે.
એડવોકેટ અરૂણ ઓઝા મારફતે કરાયેલી પિટિશનમાં રજૂઆત કરાઈ છેકે, તબીબો લાંબા વર્ષોથી સોનોગ્રાફી કરે છે. કેન્દ્રે 9 જાન્યુઆરી 2014ના રોજ પીએનડીટી એક્ટ (જાતિ પરીક્ષણ પ્રતિબંધ) નિયમ 1996 માં કેટલાક સુધારા કર્યા છે. જે મુજબ હવે સોનોગ્રાફી કરનાર વ્યક્તિએ કેન્દ્રની નિયત પરીક્ષા પાસ કરવી આવશ્યક છે. જે એમબીબીએસ તબીબો કામગીરી કરતા હોય તેમના માટે પરીક્ષા આપવી આવશ્યક છે. જો કોઇ તબીબ પરીક્ષા પાસ કરતો 6 મહિનાની તાલીમ ફરજિયાત છે. તાલીમ પછી પરીક્ષા બાદ તેઓ ફરીથી કામગીરી કરી શકે છે.