• Gujarati News
  • National
  • અડધા ઈંચ વરસાદમાં 10 સ્થળે પાણી ભરાઈ ગયાં

અડધા ઈંચ વરસાદમાં 10 સ્થળે પાણી ભરાઈ ગયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંસોમવારે મધરાતે પડેલા વરસાદને કારણે 10 વિસ્તારોમાં પાણી ભરાયા હતા. પવન સાથે વરસાદથી જુદા જુદા વિસ્તારોમાં બે દિવસમાં 10 વૃક્ષ ધરાશાયી હતા. વટવામાં વહેલી સવારે ભૂવો પડતા એમ્બુલન્સ ખાબકી હતી. શહેરમાં સરેરાશ અડધો ઈંચથી પણ ઓછો વરસાદ પડ્યો હતો.

24 કલાકમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ ઉત્તર ઝોનમાં પડ્યો હતો. દક્ષિણ અને મધ્ય ઝોનમાં દોઢ ઈંચ, પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં એક ઈંચ અને નવા પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછો અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. કોતરપુરમાં સૌથી વધુ અઢી ઈંચ જેટલો વરસાદ પડયો હતો.

બાપુનગરની હરિદર્શન સોસાયટીમાં પાણી ભરાયા હતા. મંગળવારે સવારે નારોલના કેલિકોનગર, પીરાણા રોડ ખાતે તેમજ બાગે ફિરદોષ સોસાયટી ખાતે, વટવા સ્થિત બીબી તળાવ ખાતે પાણી ભરાયા હતા. નવા પશ્ચિમ ઝોનના સરખેજમાં ગુલઝાર પાર્કથી ફતેવાડી રોડ સુધીના રસ્તે પાણી ભરાયા હતા. સોમવારે ત્રણ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા જેમાં સંગાથ સિલ્વર સોસાયટી ઉપરાંત શાહપુર દરવાજા મહેંદીકૂવામાં તેમજ પ્રેમદરવાજા, અંબિકાવિકાસ ભવન તથા અસારવાનો સમાવેશ થાય છે. આશ્રમ રોડ સેલ્સ ઈન્ડિયા પાસે, પ્રિતમનગર નજીક તેમજ બહેરામપુરા પોલીસ ચોકી પાસે વૃક્ષો ધરાશાયી થયા હતા.

શહેરમાં મંગળવારે સાંજે પણ વરસાદી ઝાપટું પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી.

ઉત્તર ઝોનમાં બે ઈંચ, 10 વૃક્ષ ધરાશાયી

અન્ય સમાચારો પણ છે...