તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રક્ષાબંધનમાં પિયર જવાની ના પાડતાં પત્નીનો આપઘાત

રક્ષાબંધનમાં પિયર જવાની ના પાડતાં પત્નીનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાડજમાં રહેતી મહિલાએ પતિને રક્ષાબંધન કરવા પિયર જવાનું કહેતા પતિએ પૈસા ની સગવડ નથી એમ કહેતા મહિલાએ આત્મહત્યા કરી. મહિલાની માતાએ જમાઇ પર આક્ષેપ કરતા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે દીકરીના દહેજના 50 હજાર બાકી હોઇ તેને જમાઇ ત્રાસ આપતા તેણે આત્મહત્યા કરી હતી. જ્યારે બોપલમાં પતિએ પત્નીને તુ ગામડાની ગમાર છે મને નથી ગમતી કહી મારતા મહિલાએ આત્મહત્યા કરતા બોપલમાં પતિ સામે દુષ્પ્રેરણની ફરિયા નોંધાયી હતી.

સિકંદરપુરા વેસ્ટના ખલોરામાં રહેતા સરવેશકુમારી ગૌરની(62)એ નિર્ણયનગરમાં રહેતા જમાઇ અવિનાશસિંહ ચૌહાણ સામે દીકરી પૂજાને આત્મહત્યા તરફ પ્રેરવા બદલ દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે જામનગરના શિદસર ગામમાં રહેતા ચંદુભાઇ માંકડીયાએ બોપલ પોલીસમાં જમાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીને શારિરીક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...