તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • USFDAનો બુસ્ટર ડોઝ: હેલ્થકેર ઇન્ડેક્સ +382

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

USFDAનો બુસ્ટર ડોઝ: હેલ્થકેર ઇન્ડેક્સ +382

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુએસએફડીએતરફથી ભારતની ત્રણ ફાર્મા કંપનીઓને એકસાથે જેનરીક દવાઓ માટે મંજૂરી મળી ગઇ હોવાના સમાચારે ફાર્મા શેર્સને જાણે બૂસ્ટર ડોઝ મળ્યો છે. સંખ્યાબંધ સ્ક્રીપ્સમાં ડબલ ડિજિટ ઉછાળો જોવા મળ્યો છે. હેલ્થકેર ઇન્ડેક્સ 381.70 પોઇન્ટ ઉછળી 16450.18 પોઇન્ટ બંધ રહ્યો હતો. ગ્લેનમાર્ક ફાર્મા 2.39 ટકા વધી રૂ. 853.10, સન ફાર્મા 1.89 ટકા વધી રૂ. 797 અને અરબિંદો ફાર્મા 5.09 ટકા વધી 797.95ની સપાટીએ રહ્યા હતા. દરમિયાનમાં માર્કેટમાં ઓટો, ઓઇલ, પાવર અને રિયાલ્ટી સેક્ટરમાં પણ દોઢથી અઢી ટકાના સુધારાના ટેકે સેન્સેક્સ 128.27 પોઇન્ટ વધી 27915.89 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 37.30 પોઇન્ટના સુધારા સાથે 8550 પોઇન્ટની સાયકોલોજિકલ તેમજ ટેકનિકલી રેઝિસટન્સ સપાટી ક્રોસ કરી 8565.85 પોઇન્ટ બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પેકની 30 પૈકી 19 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. બીએસઇ ખાતે ટ્રેડેડ 2874 પૈકી 1671 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1026 સ્ક્રીપ્સમાં ઘટાડો રહ્યો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટમાં પણ સુધારો રહ્યો હતો. ખાસ કરીને વિદેશી નાણાકીય સંસ્થાઓ સમગ્ર જુલાઇ માસ દરમિયાન એકતરફી લેવાલ રહી છે. આજે પણ 215.21 કરોડની નેટ ખરીદી રહી હતી. જોકે સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 45.45 કરોડની નેટ વેચવાલી રહી હતી.

દેશભરમાં ચોમાસું સાનુકૂળ રહેવા સાથે બમ્પર પાકનો આશાવાદ, સંસદના ચોમાસુ સત્રમાં જીએસટી બિલ પાસ થવાનો આશાવાદ તેમજ એક એજન્સીના જણાવ્યા અનુસાર ભારતીય કોર્પોરેટ સેક્ટર આગામી બે વર્ષ દરમિયાન 16 ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ નોંધાવી તેવી શક્યતા છે. તેમજ યુરોપ અને એશિયાઇ માર્કેટ્સમાં ધીમા સુધારાની ચાલના પગલે સ્થાનિક શેરબજારોમાં પણ સુધારાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો હતો. ગુરુવારે ઇસીબી વ્યાજના દરો જાળવી રાખે તેવી શક્યતા જોવાઇ રહી છે.

વીપ્રો| કંપનીએગઇકાલે જાહેર કરેલા પરીણામો બજારની ધારણા કરતાં ઊણાં ઉતર્યા હોવાથી શરૂઆતી કારોબારમાં શેર 7 ટકા તૂટી રૂ. 511 થઇ ગયો હતો. જોકે, છેલ્લે શેર 1.97 ટકાના ઘટાડા સાથે રૂ. 538.60ની સપાટીએ બંધ રહ્યો હતો.

જેબીએમઓટો |કંપનીએ ભારતમાંસંયુક્ત સાહસ હેઠળ હાઇબ્રીડ બસીસ ઉત્પાદન માટે રૂ. 300 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે તેના પગલે શેરનો ભાવ 19.19 ટકાના ઉછાળા સાથે રૂ. 156.55ની સપાટીએ બંધ રહ્યો હતો.

એલએન્ડટીઇન્ફો| કંપનીનોરૂ. 1243 કરોડનો આઇપીઓ ગુરુવારે બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ થશે. કંપનીના આઇપીઓમાં આશરે 10 લાખથી પણ વધુ અરજીઓ આવી હતી. જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ ગણાય છે

ગ્લેન, સન અરબિંદોને યુએસએફડીએની મંજૂરીના પગલે ફાર્મા શેર્સ ઊછળ્યા

અોઇલ-ગેસ |શેર્સમાં ઉકળાટ

કંપનીબંધ +/-

આઇઓસી 512.803.94%

પેટ્રોનેટ292.452.76%

ગેઇલ394.852.48%

આઇજીએલ615.701.43%

કેસ્ટ્રોલ413.751.37%

પ્રેસ્ટિજ |6 ટકા વધ્યો

કંપની બંધ +/-

પ્રેસ્ટિજ186.655.81%

ફોનિક્સ344.953.85%

ડીએલએફ157.703.68%

ગોદરેજપ્રોપ. 372.502.72%

એચડીઆઇએલ102.251.84%

સેન્સેક્સ 128 પોઇન્ટ વધ્યો, નિફ્ટીએ 8550 પોઇન્ટની સાયકોલોજિકલ-રેઝિસટન્સ સપાટી વટાવી

મેટલ્સ|શેર્સમાં મિક્સ ટ્રેન્ડ

કંપનીબંધ +/-

કોલ ઇન્ડિયા 329.253.23%

હિન્દઝીંક 194.051.31%

જિંદાલસ્ટીલ 69.801.01%

નેશએલ્યુ. 47.75-2.05%

હિન્દાલકો135.80-1.49%

પાવર|માં સુધારાનો કરંટ

કંપની બંધ +/-

ભેલ144.253.41%

જેએસડબલ્યૂએનર્જી 84.003.32%

ક્રોમ્પ્ટનગ્રીવ્સ 73.453.16%

સિમેન્સ1343.852.96%

તાતાપાવર 72.352.77%

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો