તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ અને થાનમાં તોફાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર ઉ. ગુજરાત બંધ


ગુજરાતબંધના એલાનને પગલે બુધવારે સમગ્ર રાજ્યમાં દલિતોનો આક્રોષ ફાટી નિકળ્યો હતો. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ઝાલાવાડ, અમદાવાદમાં મોટી સંખ્યામાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઠેર-ઠેર ચક્કાજામનાં દૃષ્યો સર્જાયા હતા. રાજકોટ અને સુરેન્દ્રનગરના થાનમાં મોડી રાત્રે હિંસા ફાટી નીકળી હતી. થાનમાં રેલવે સ્ટેશન પાસે દુકાન અને એક કેબિનને આગ ચંપાઈ હતી. તેમજ રાજ્યમાં 25થી વધુ બસના કાચ ફોડી નખાયા હતા. અમદાવાદમાં પણ એએમટીએસ બસમાં તોડફોડ કરાઈ હતી. પાલનપુરમાં મુખ્યમંત્રીના ફોટાવાળા પોસ્ટર ફાડી નાખ્યા હતા. દલિતોના આક્રોષને પગલે વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. ...અનુસંધાન પાનાં નં.16

બુધવારે પણ 6 યુવાનોએ ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં ધોરાજીમાં 3, ગોંડલમાં 2 અને જુનાગઢ, જામનગરમાં 1 યુવાને ઝેર પીધું હતું.



સમગ્ર રાજ્યમાં વિરોધ કરી રહેલા અંદાજે 500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં દલિતો દ્વારા દુકાનો બંધ કરાવાઈ હતી અને તોડફોડની કેટલીક ઘટના ઘટી હતી. બુધવારે દલિત સમાજની મહિલાઓ પર પણ રસ્તા પર ઉતરી આવી હતી.

‘ભાજપ સરકાર હાય..હાય... હાય રે ભાજપ...હાય... હાય’ના સુત્રો પોકારીને દલીતો ઉપર થતાં અત્યાચારો બંધ કરાવવા અને કસૂરવારોને સજા આપવા માગ કરી હતી. દલિત યુવાનો હાથમાં દંડા, લાકડી અને પાઈપો લઈને નિકળી પડ્યા હતા અને ઠેર-ઠેર બજાર બંધ કરાવ્યા હતા. કેટલીક જગ્યાએ દુકાનદારો દ્વારા વિરોધ કરાતાં દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય ચાર રસ્તા અને ધોરીમાર્ગના મુખ્ય ચાર રસ્તા ઉપર દલિતોએ મોટા-મોટા પથરા, ટાયરો મુકીને અવરોધ ઉભા કરાયા હતા.

ગુજરાત બંધને મિશ્ર પ્રતિસાદ

ગુજરાત બંધના એલાનને પગલે આજે રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સૌરાષ્ટ્રના અમરેલી, સોરઠ, ગીર-સોમનાથ, ઉના, પોરબંદર, કેશોદ, બાંટવા, રાજકોટ, જામનગર, ધોરાજી, ટંકારા, મોરબી, કલાણા, મોરબી, ઉપલેટા, ગોડલ, જેતપુર, સુલતાનપુર, ઘુડસિયા, સખપર, ગુંદાળા સજ્જડ બંધ રહ્યા હતા. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા, સાબરકાંઠાના બડોલી, વડાલી, ખેડભ્રહ્મા અને ભિલોડા સજ્જડ બંધ રહ્યા હતા.



1500થી બસનાં રૂટ કેન્સલ

અમદાવાદ એસટી ડેપોમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જતી લગભગ 800 જેટલી બસ રદ્દ કરી દેવામાં આવતા મુસાફરો રઝળી પડ્યા હતા. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જેતપુર, ગોંડલ, પોરબંદર, મોરબી તરફ જતી અંદાજે 755 જેટલી બસને બંધ કરી દેવાતાં મુસાફરોને ખાનગી વાહનનો સહારો લેવો પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં લાખો મુસાફરો રઝળી પડ્યા હતા.

ઠેર-ઠેર ચક્કાજામનાં દૃષ્યો

દલિત સમાજ દ્વારા આજે ગુજરાત બંધને પગલે ઠેરઠેર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, ગોંડલ, રાજકોટ, પોરબંદર, વાંકાનેર, ટંકારા, ઉત્તર ગુજરાતમાં પાટણ, સિદ્ધપુર, મહેસાણા હાઈવે, પાલનપુર, ધાનેરા, ડીસા, ભાભર દલિતો દ્વારા દુકાનો બંધ કરાવીને ઠેરઠેર ચક્કાજામ કરાયો હતો.





ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રા, લીમડી, બોટાદ વગેરે સ્થળોએ પણ દલિતો દ્વારા ચક્કાજામ અને દુકાનો બંધ કરાવાઈ હતી. પોરબંદર એક બસ, રાજકોટમાં ત્રણ બસ, પાટણમાં કેટલીક બસમાં તોડફોડ કરવામાં આવી હતી.





અમદાવાદમાં પણ વિરોધ કોટવિસ્તારમાં દલિતો દુકાનો બંધ કરાવાઈ હતી, જેને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું. શહેરમાં એએમટીએસના કુલ 35 રૂટ પ્રભાવિત થયા હતા અને 200 બસને પાછી ખેંચવામાં આવી હતી. અમદાવાદમાં 5 બસમાં તોડફોડ કરવામાં આવી હતી. હાટકેશ્વરમાં મહિલાઓ રસ્તા પર ઉતરી આવતાં 2 કલાક સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. અમદાવાદમાં ગીતામંદિર, આંબાવાડી, હાટકેશ્વર, અમરાઈવાડી પાવરહાઉસ, બાપુનગર ભીડભંજન હનુમાન, સરસપુર, સિવિલ હોસ્પિટલ, ચાંદખેડા, વાડજ, નરોડા-કૃષ્ણનગર, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન, વાસાણા ગુપ્તાનગર, રાણીપ, સારંગપુર, સરખેજ વગેરે વિસ્તારોમાં દલિતો દ્વારા દુકાનો બંધ કરાવાઈ હતી. કેટલીક જગ્યાએ દુકાનોમાં તોડફોડ તો કેટલીક જગ્યાએ ચક્કાજામ કરવામાં આવ્યો હતો.



સૌરાષ્ટ્રમાં 70% ST બસો બંધ

અમરેલી, જૂનાગઢ, ભાવનગરના તમામ ડેપો ઠપ

અમદાવાદ| સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં એસટી બસોનું સંચાલન ખોરવાઈ ગયું હતું. 70 ટકા એસટી બસો બંધ કરી દેવાઈ હતી. અમરેલી, ભાવનગર અને જુનાગઢ જિલ્લાના તમામ બસ ડેપો સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યા હતા જ્યારે અન્ય કેટલાક રૂટ પર બસો ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો