• Gujarati News
  • National
  • ક્યાંક સ્થાનિકોની પાણી સામે શરણાગતિ તો ક્યાંક એકલા હાથે લડતા નજરે પડ્યા અમદાવાદીઓ

ક્યાંક સ્થાનિકોની પાણી સામે શરણાગતિ તો ક્યાંક એકલા હાથે લડતા નજરે પડ્યા અમદાવાદીઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ એકબીજાના સાથ અને સહકાર સાથે પાણીમાંથી પસાર થતી મેગાસિટીની મહિલાઓ...

{અસરગ્રસ્તોની મદદે સિટી પોલીસ

અમદાવાદમાં‌ જનજીવન બન્યું જળજીવન!

શહેરમાં અનુપમ રોડ પર ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ઢીંચણસમા પાણીમાં પણ મહિલાઓએ ઘરવખરીની વસ્તુઓ ખરીદવા માટે બહાર નિકળવું પડ્યું હતું. તસવીરમાં પાણીની વચ્ચે એકબીજાના હાથના સહારે મહિલાઓ પાણીની વચ્ચેથી પસાર થતી જોવા મળી હતી. એકબીજાને રસ્તો બતાવતી સ્ત્રીઓમાં જાણે અમદાવાદ પર આવેલી આફતમાં સાથે લડવાનો જુસ્સો જોવા મળ્યાે હતો.

અમદાવાદ શહેર કમિશ્નર દ્વારા આપવામાં આવેલા સૂચન મુજબ પોલીસ અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને ફૂડનું વિતરણ કર્યું.

સિઝનના પ્રથમ વરસાદમાં મેધરાજાએ મહેરની સાથે કહેર પણ વરસાવ્યો હતો. આભમાંથી આવેલી આફત સામે અમદાવાદીઓની રફતાર ધીમી થઇ ગઇ હતી. શહેરના રસ્તાઓ પર પાણી ભરાતા ફરવાના શોખિન અમદાવાદીઓ ઘરમાં પૂરાઇને રહેવું પડ્યું હતું. વરસાદી પાણી રસ્તાઓની સાથે ઘરોમાં ઘુસી જતા ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું.આ સ્થિતિની વચ્ચે પણ અસ્સલ અમદાવાદી મિજાજને છાજે રીતે જળની વચ્ચે પણ જનજીવન ધબકતુ જોવા મળ્યુ હતુ. તસવીર : દિલીપ ઠાકર, ધવલ ભરવાડ, પ્રવિણ ઇન્દ્રેકર, વિજય ઝવેરી

અન્ય સમાચારો પણ છે...