• Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદમાં તથા ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે સાબરમતી નદીમાં

અમદાવાદ |અમદાવાદમાં તથા ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે સાબરમતી નદીમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદમાં તથા ઉપરવાસમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને નદી બેય કાંઠે વહી રહી છે તેમજ છેલ્લાં બે દિવસથી રિવરફ્રન્ટના વોક વે પર પાણી ફરી વળ્યા છે. વાસણા બેરેજના દરવાજા ખોલીને પાણીનો નિકાલ કરાઈ રહ્યો હોવા છતાં રિવરફ્રન્ટનો વોક વે હજુ નાગરિકો માટે ખુલ્લો મૂકાયો નથી. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને હજુ લગભગ પાંચ-છ દિવસ વોક વે પર શહેરીજનોને જવાની છૂટ અપાશે નહીં. વરસાદ અને નદીમાં પાણીની આવક સહિતની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વોક વે પર જવા દેવા અંગે નિર્ણય લેવાશે.

નિર્ણય| રિવરફ્રન્ટનો વોક વે હજુ પાંચ-છ દિવસ બંધ રહેશે

અન્ય સમાચારો પણ છે...