• Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં સાત હજાર

અમદાવાદ |અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં સાત હજાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં સાત હજાર લોકોનુ સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી 600 લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં દસ હજારથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે. ખારી નદીનું પાણી ફરી વળતા ગામડી ગામમાંથી અંદાજે 400 લોકોનું સ્થળાંતર કરાવાયું છે. ઉપરાંત હાલ ધોળકા,દસક્રોઇ,સાણંદ,ધોલેરા અને ધંધૂકાના 66 ગામોને એલર્ટ કરાયા છે. આજે સમગ્ર જિલ્લાના વિવિધ તાલુકામાં અંદાજે સરેરાશ ચાર ઇંચ વરસાદ પડ્યો છે. સાણંદ તળાવ ઓવરફલો થઇ જતાં બે ગામને અસર થઇ હતી. પરંતુ લોકોને બચાવી લેવાયા છે. વાત્રક અને ખેડાના પાણીના કારણે વૌઠાગામમાં ચિંતાજનક સ્થિતિ છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદને પગલે તંત્રને એલર્ટ છે. ઉપરાંત બનાસકાંઠા ખાતે અત્યાર સુધીમાં બે લાખથી વધુ ફૂડપેકેટ અને પાણીની બોટલ મોકલવામાં આવી છે.

તકેદારી| અમદાવાદ જિલ્લામાંથી બે દિવસમાં 7 હજારનું સ્થળાંતર

અન્ય સમાચારો પણ છે...